Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં રફ હિરાનો સપ્લાય ઘટતા ઉત્પાદન કાપ મુકવાની નોબત.!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના હિરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. મળતી વિગતો અનુસાર સુરતમાં રફ ડાયમંડની શોર્ટેજ શરૂ થતાં હવે ડાયમંડના કારખાનામાં કામના કલાકો ઘટાડવાની નોબત આવી છે. જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો હિરા ઉદ્યોગમાં વેકેશન જાહેર કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ જશે.

– રફ હીરાની અછત સર્જાતા હીરાના કારખાનામાં બે કલાકનો ઉત્પાદન કાપ મુકવાની નોબત આવી.

મહત્વનું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધને લીધે અમેરિકા દ્વારા રશિયાની કેટલીક વસ્તુઓના વેપાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જ રશિયાના અલરોસા કંપનીના રફ પર પ્રતિબંધ મુકાતા સુરતના હીરા ઉદ્યોગકારોની મુશ્કેલી વધી છે. સુરતના હીરા ઉદ્યોગમાં રફ હીરાની શોર્ટેજ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. આ સ્થિતિમાં કેટલાક હીરા ઉદ્યોગકારોએ કામના કલાકો ઘટાડી પરિસ્થિતિ સાચવવાની કોશિશ કરી રહ્યા છે. હવે સુરતના ઉદ્યોગકારો ઉત્પાદન પર કાપી મુકી રહ્યા છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનું વેકરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે જે લોકો પાસે રફ હીરાની શોર્ટેડ છે તેઓ કામના કલાકો ઘટાડીને કારખાનું ચલાવી રહ્યા છે. જો રફ હીરાની સમસ્યા નહીં દૂર થાય તો હીરા ઉદ્યોગકારોનો મુશ્કેલી થશે.

મળતી માહિતી મુજબ હિરાની ૨૫ ઘંટી ચલાવતા કારખાનેદારને રફની અછતની સૌથી વધુ અસર થવાની શક્યતા રહેલી છે. કારણ કે મોટા હિરાના કારખાનેદાર પાસે હજુ પણ રફ હિરાનો જથ્થો હોવાના કારણે કામના કલાકો ઘટાડીને પણ ઉત્પાદન ચાલુ રાખશે. પરંતુ નાના હિરા કારખાનેદારનો બજારમાંથી અથવા તો મુંબઈથી રફ લાવીને તેને પોલીશ્ડ કરીને વેચતા હોય છે. જ્યારે રફ જ તેઓને પુરતા પ્રમાણમાં મળશે નહીં તો નાછુટકે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવુ પડે તેવી સ્થિતીનું પણ નિર્માણ થવાના સંજોગો ઉભા થયા છે.

આ અંગે હીરા ઉદ્યોગકાર ચંદુ શેટાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રફ હીરાની શોર્ટેજ ઉભી થતા તેમણે કામના કલાકો ઘટાડી દીધા છે. પહેલા તેઓ સવારે ૮ થી રાતના ૮ વાગે સુધી કારખાનું ચલાવતા હતા. પરંતુ હાલ રફ હીરાની અછત હોવાથી સવારે ૮ થી સાંજ ૬ વાગે સુધઈ જ ઉત્પાદન ચાલે છે અને લંચનો સમય પણ વધારી દીધો છે.

Related posts

નેતન્યાહુએ ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો, પતંગ ચગાવ્યો

aapnugujarat

અમદાવાદમાં ૩૦ કરોડના ખર્ચે છ ફલાય ઓવર બનશે

aapnugujarat

રાજપીપલા આઇટીઆઇ ખાતે GST ને લગતા ૧૦૦ કલાકના તાલીમી અભ્યાસક્રમનો આજથી થયેલો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1