Aapnu Gujarat
ગુજરાત

સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવા સૂચના આપી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનો ર્નિણય લીધો છે. સીએમની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવાની સૂચના આપી છે. પ્રભારી જિલ્લા સિવાયના જિલ્લાની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.તમામ મંત્રીઓ જિલ્લામાં જઈને લોકોની સમસ્યાની માહિતી મેળવશે, જિલ્લા વહીવટી સાથે બેઠક કરશે, જિલ્લા ભાજપ સંગઠન સાથે મંત્રીઓ બેઠક કરશે. આવતી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ મુખ્યમંત્રીને રિપોર્ટ રજૂ કરવો પડશે. લોકોમાં રહેલો રોષ દૂર કરવા માટે કેબિનેટમાં આ અંગેનો મહત્વનો ર્નિણય લેવાયો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ આજે મહત્વની કેબિનેટ બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ રથયાત્રા માટે મંજૂરી આપવી કે નહીં તે મુદ્દે પણ મહત્વની ચર્ચા થવાની હતી. તદુપરાંત રાજ્યમાં વેક્સિનના ઘટતા ડોઝ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવાનું આયોજન હતું.

Related posts

સામૂહિક વિકાસ કામની યાદીમાં સુધારો કરાયો

aapnugujarat

બનાસકાંઠા સર્કિટ હાઉસમાં કૃષિ યુનિ.નાં રોજમદાર કામદારોનાં પ્રશ્ને બેઠક મળી

aapnugujarat

શ્રી રેવાકાંઠા ભાવસાર સમાજની વાર્ષિક સભા અને ૧૨મો શૈક્ષણિક પુરસ્કાર સમારોહ સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1