Aapnu Gujarat
ગુજરાત

વાવાઝોડાથી કેરીના બગીચામાં ભારે નુકસાન

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે,હાલમાં આવેલા વાવાઝોડું તાઉ’તે માં  ગુજરાત માં પવન સાથે કમોસમી વરસાદ માં ગુજરાત માં ઘણીબધી જગ્યાએ વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે.ત્યારે કેરી નાં બગીચામાં પણ અત્યંત નુકસાન થયું છે.કેરીના બગીચા ના ઈજારા રાખનાર મોટા પ્રમાણમાં વિચરતી વિમુક્ત જાતિઓ પૈકીની દેવીપુજક જ્ઞાતિ છે.જે હાલના તબક્કે બહુ ગંભીર હાલત માંથી પસાર થઈ રહી છે. એક બાજું કોરાનાની મહામારી ચાલી રહી છે.બીજુ બાજુ આ વાવાઝોડાની ઝાપેટ સામાન્ય માણસ નું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.

આ ગરીબ અને અતિપછાત સમાજ શાકભાજી અને ફળ ફ્રુટ નો વ્યવસાય કરી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે.આવા સમયે બગીચા ના ઈજારા રાખીને બેઠા હતા જેની ઉપર પાણી ફરી વળ્યા છે.જેની ભારે હાલાકીનો સામનો થઈ રહ્યો છે.

આવાં સમયે સરકાર શ્રી દ્વારા વળતર તો આપવામાં આવે છે પરંતુ તે વળતર બગીચા ના મુળ માલિક નેં મળતું હોય છે.પણ જો વાસ્તવિકતા રીતે જો મદદરૂપ થવું હોય તો તેનાં સાચાં હકદાર ઈજારો રાખનારા છે.કારણ કે ઈજારો રાખનારા વ્યક્તિ એ બગીચા ના માલિક ને ઈજારો રાખતા સમયે જ રકમ ચુકવી દિધી હોય છે.માટે વધુ મુંજવણ ઈજારો રાખનારા ને હોય છે.

બગીચા ના માલિક કે જેણે રકમ લઈને ઈજારો આપી દિધો હોય તેવા માલિકો એ રહેમ દ્રષ્ટિ રાખીને આ ગરીબ લોકો સાથે હમદર્દી દાખવવી જોઈએ. સરકાર શ્રી દ્વારા વળતર આવે તે તમામ વળતર ઈજારો રાખનારા ને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે તો ગરીબ પરિવારો નો પંખી નો માળો બર્બાદ થતાં બચી જાય.

સૌથી મોટી સમસ્યા એ જ છે કે, આ વિચરતી વિમુક્ત જાતિઓ પૈકીની દેવીપુજક જ્ઞાતિ ના ઈજારા રાખનાર ૮૦% અશિક્ષત લોકો છે.જે વિશ્વાસુ હોય છે.તેની પાસે બગીચા નો ઈજારો રાખ્યો છે તેવા લૈખિત પ્રુફ હૌતા નથી.તો સરકાર શ્રી ને ન્રમ વિનંતી છે કે સ્થળ તપાસ કરાવવી નેં વાસ્તવિકતા રીતે જેને નુકસાન થયું છે તેને સહાયતા મળે તો ખરાં અર્થમાં સહાય મળી રહે..

Related posts

લીંબડીના જનસાળીએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લાગ્યા

editor

કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી વકી

aapnugujarat

ગુજરાતનાં ૪૩ ટકા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1