Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૩.૯૨ લાખ નવા કેસ, ૩૬૦૦થી વધુના મોત

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે તેનો અંદાજો લગાવવો હોય તો હાલના નવા આંકડાઓ જોઈ શકો છો. શનિવારે વિશ્વના ટોપ-૫૦ સંક્રમિત દેશોમાં મળીને ૩.૯૧ લાખ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. જ્યારે એકલા ભારતમાં જ ૩ લાખ ૯૨ હજાર ૪૫૯ દર્દીઓ નોંધાયા હતા. તેનો અર્થ એ કે ભારતમાં કુલ ૫૦ દેશોના કેસ કરતાં એક હજાર વધુ દર્દીઓ મળી આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૨ રાહતના સમાચાર પણ છે. પ્રથમ એ છે કે શનિવારે, શુક્રવારની તુલનામાં કેસની સંખ્યામાં ૯૫૫૫ ઘટાડો થયો છે. શુક્રવારે દેશના રેકોર્ડ ૪ લાખ ૨ હજાર ૧૪ લોકો પોઝિટિવ મળ્યા હતા. જે શનિવારે ઘટીને ૩ લાખ ૯૨ હજાર ૪૫૯ થઈ ગયા છે. એ જ રીતે, વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં ૩૬૮૪ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. બ્રાઝિલમાં મૃત્યુઆંક ૨૨૭૮ હતો. અમેરિકા ત્રીજા નંબરે હતું. શનિવારે અહીં ૬૬૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રિકવરીની દ્રષ્ટિએ શનિવારનો દિવસ સારો હતો. પ્રથમ વખત, એક જ દિવસમાં ૩ લાખથી વધુ લોકો સાજા થયા. આ દરમિયાન સાજા થનાર લોકોની સંખ્યા ૩ લાખ ૮ હજાર ૫૨૨ રહી હતી. અત્યાર સુધી દુનિયાના કોઈ દેશમાં એકસાથે આટલા દર્દી સાજા થયા નથી. આ પહેલા શુક્રવારે ૨.૯૯ લાખ લોકો સાજા થયા હતા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) ના જણાવ્યાં મુજબ શનિવારે સમગ્ર દેશમાં ૧૮,૦૪,૯૫૪ કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કરાયેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો ૨૯,૦૧,૪૨,૩૩૯ પર પહોંચ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪,૦૧,૯૯૩ દર્દીઓ નોંધાયા હતા. જેને જોતા આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતના આરોગ્ય વિભાગે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. એક દિવસમાં કોરોનાના ૧૩૮૪૭ નવા કેસ નોંધાયા. જ્યારે ૧૦૫૮૨ લોકો રિકવર થયા. ૨૪ કલાકમાં કોરોનાએ ૧૭૨ લોકોનો ભોગ લીધો. રાજ્યમાં હાલ ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાથી કુલ ૭૩૫૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં ૫૦૬૦ જ્યારે સુરતમાં ૨૧૮૮ નોંધાયા છે.
થોડા દિવસથી નવા કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડા બાદ આજે ફરી મહારાષ્ટ્રના કોરોના ગ્રાફમાં ઉછાળો આવ્યો છે. ગત ૨૪ કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના ૬૩,૨૮૨ નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે ૪૬,૬૫,૭૫૪ ને પાર પહોંચી ગયો છે.
એટલું જ નહી, ગત ૧ દિવસમાં અહી કોરોનાથી સંક્રમિત થતાં ૮૦૨ લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. એટલે કે દર કલાકે ૩૩ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. શરૂઆતથી આંકડા પર નજરઈ તો અત્યાર સુધી ૬૯,૬૧૫ લોકોના કોરોનાથી મોત થયા છે. જોકે રાહતની વાત એ રહી કે શનિવારે ૬૧, ૩૨૬ દર્દીઓ કોરોન સામે જંગ જીત્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા કહે છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૩૯,૩૦,૩૦૨ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે.

Related posts

ચોકીદાર સિંહ છે,ભાજપ આ વખતે ૨૦૧૪ કરતા પણ વધુ બેઠકો જીતશે યોગી આદિત્યનાથ

aapnugujarat

આતંકવાદીની ફેકટરી પર તાળા મરાશે : મોદીની ખાતરી

aapnugujarat

અલકાયદાનો આતંકવાદી દિલ્હીમાં ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1