Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

માન્ચેસ્ટરની મસ્જિદ પર ત્રીજીવાર હુમલો, આગ ચાંપવામાં આવી

બ્રિટનના માન્ચેસ્ટર શહેરની મસ્જિદમાં આગ લાગતાં ભારે નુકસાન થયું છે. હુમલો કરીને મસ્જિદને આગ ચાપવામાં આવી હોવાનું મનાય છે. રવિવારની રાતે લાગેલી આગ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. નસાફર માન્ચેસ્ટર ઈસ્લામિક સેન્ટરમાં આગની ઘટના બની હતી. આગ ઓલવવા પાંચ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
આગની ઘટનામાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.મસ્જિદના પ્રવક્તા શમ્સુદ્દીન ઓલાદિમેજીએ જણાવ્યું હતું કે અમે બધા જ સમુદાય લોકો સાથે હળીમળીને રહીએ છીએ. ખબર નથી કે આ ઘટના કેમ બની. માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે ઘટનાને ગંભીરતાથી લઈ શંકાને આધારે તપાસ શરૂ કરાઈ છે. થોડાક જ સમયમાં ચોક્કસ કારણોની ખબર પડી જશે. અગાઉ મસ્જિદ પર બેવાર હુમલો કરાયો હતો. એકવાર તો મસ્જિદમાં નમાજ વખતે જ ભુંડના કપાયેલા બે માથા ફેકી દેવાયા હતાં. ત્યારપછી મસ્જિદ બહાર ઉભેલી મિની બસને આગ લગાવવામાં આવી હતી.

Related posts

ભારત બીબીબી પ્રોજેક્ટમાં થશે સામેલ : ચીનની શાન ઠેકાણે આવશે

editor

भारत-US के बीच अगले हफ्ते होगी 2+2 वार्ता : ऑर्टागस

aapnugujarat

ઓસ્ટ્રેલિયામાં અલગ આતંકવાદી મંત્રાલયની રચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1