Aapnu Gujarat
ગુજરાત

બોટાદમાં ૧૯ હજાર થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના ૧૯૩૪૨ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષ વય જૂથના આશરે ૨૭૮૫ કો-મોરબીડ નાગરિકો તેમજ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૧૬૫૫૭ નાગરિકો મળીને કુલ ૧૯૩૪૨ લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે. જિલ્લામાં કરાયેલી રસીકરણની કામગીરીની વિગત જોઇએ તો બોટાદ તાલુકામાં ૬૮૫૬, ગઢડા તાલુકામાં ૭૩૧૯, બરવાળા તાલુકામાં ૨૬૯૫ અને રાણપુર તાલુકામાં ૨૪૭૨ મળી કુલ ૧૯૩૪૨ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવામાં આવી.

Related posts

સુરત નગરપાલિકાનાં વિવિધ ઝોન વિસ્તારમાં ૫૩૮ કરોડના આવાસોનું ભૂમિ પૂજન-લોકાર્પણ થયું

aapnugujarat

કાંકરેજ પૂર્વ વિસ્તારના ખેડૂતોની ભૂગર્ભ જળને પહોંચી વળવાની સરકાર પાસેની માંગણીમાં છીડા

aapnugujarat

બી.જે. મેડિકલમાં રેગીંગની ઘટનાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1