Aapnu Gujarat
રમતગમત

દિલ્હીમાં ૧૬ વર્ષની નેશનલ કબડ્ડી પ્લેયર સાથે સ્ટેડિયમ અધિકારીએ કર્યો રેપ

દિલ્હીમાં ૧૬ વર્ષની જૂનિયર કબડ્ડી પ્લેયર સાથે રેપની ઘટના સામે આવી છે. રેપના આરોપીની ઉંમર અંદાજે ૩૦ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાએ આ વિશે પોલીસમાં ફરિયાદ નોંઘાવી છે. પોલીસે રેપની ફરિયાદ નોંધી પોસ્કો સેક્શન અંતર્ગત આરોપીની તપાસ શરૂ કરી દીધી છે.પીડિતાએ તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું છે કે, ૯ જુલાઈના રોજ તે સ્ટેડિયમની બહાર નીકળી હતી ત્યારે એક વ્યક્તિએ તેને સ્ટેડિયમનો અધિકારી હોવાની ઓળખ આપી હતી. આરોપી પીડિતાને સ્ટેડિયમની અંદર લઈ ગયો હતો અને ત્યાં તેને એક કોલ્ડડ્રિંક્સ પણ ઓફર કરી હતી. જેમાં ઘેનવાળી વસ્તુ ભેળવી હોવાની પીડિતાને શંકા છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીએ તેને આ કોલ્ડડ્રિંક્સ પીવડાવીને તેની સાથે સ્ટેડિયમના અંદર આવેલા ઝાડીવાળા વિસ્તાપમાં રેપ કર્યો હતો.પીડિતાએ સોમવારે પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે તે આ ઘટનાથી આઘાતમાં હોવાના કારણે તેણે છેક હવે આ ઘટના વિશે જાણ કરી હતી.પીડિતાના જણાવ્યા પ્રમાણે, ઘટના પછી આરોપી તેને સ્ટેડિયમની બહાર રોડ પર લઈ આવ્યો હતો અને તેણે પીડિતાને ધમકી આપી હતી કે જો તેણે આ વિશે કોઈને પણ જાણ કરી તો તેની હત્યા કરી દેવામાં આવશે.પોલીસ પીડિતાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ પણ લઈને ગઈ હતી. ટેસ્ટમાં સગીરા સાથે રેપ થયો હોવાની વાત પણ સાચી નીકળી છે. પોલીસે સગીરાના નિવેદનના આધારે રેપની ફરિયાદ નોંધીને પોસ્કો સેક્સેન અંતર્ગત આરોપીની તપાસ શરૂ કરી છે.

Related posts

Portugal defeated Netherlands by 1-0 to win 1st Nations League title

aapnugujarat

अर्जेंटीना ने निकारागुआ को 5-1 से हराया, मेस्सी के 2 गोल

aapnugujarat

Watching videos of Smith and Williamson for preparation of middle order : KL Rahul

aapnugujarat

Leave a Comment

UA-96247877-1