Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પના માથે સંકટના વાદળ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મુશ્કેલીના મંડાણ શરૂ થયા છે. કોંગ્રેસના સભ્યએ તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ૨૦૧૬માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાના ચંચૂપાત સામેની તપાસમાં અવરોધ સર્જવા બદલ આ પ્રસ્તાવ રજૂ કરાયો છે. પ્રથમવાર જ ટ્રમ્પ સામે આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.ટ્રમ્પે ૨૦૧૭ની ૨૦ જાન્યુઆરીએ જ પ્રમુખપદ ધારણ કર્યું હતું. કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સાંસદ બ્રેડ શેરમને ટેકસાસના સાંસદ અલ ગ્રીન સાથે મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં ટ્રમ્પ પર મોટા અપરાધ તેમજ અયોગ્ય આચરણનો આરોપ મુકાયો છે. હવે પ્રસ્તાવને આગળ ધપાવવા માટે પ્રતિનિધિ સભામાં બહુમતી સાથે પસાર કરાવવાનું રહેશે.ટ્રમ્પના રિપબ્લિકન પાર્ટી પાસે પ્રતિનિધિસભામાં ૪૬ મતોની સરસાઈ છે. તેમના પક્ષના સાંસદો મહાભિયોગની તરફેણમાં મતદાન કરશે તેવી શક્યતા નહીંવત છે. શેરમને ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના વર્તમાન ઘટસ્ફોટથી એવા સંકેત મળી છે કે ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં રશિયાની મદદ લેવા માટે ઈચ્છુક હતાં. હવે એવું લાગે છે કે પ્રમુખના સુરક્ષા સલાહકાર માઈકલ ફ્લિનની તપાસ તથા રશિયાની વ્યાપક તપાસમાં અવરોધ સર્જવાના પ્રયાસ પરથી તેઓ કાંઈ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા મત મુજબ તેમની વાતચીત અને ત્યારપછી એફબીઆના ડાયરેકટર જેમ્સ કોમીની હકાલપટ્ટીએ ન્યાયમાં અવરોધ ઊભો કર્યો છે.

Related posts

जापान के हचीजोजिमा द्वीप में 6.0 तीव्रता का भूकंप

aapnugujarat

રશિયાએ જર્મની અને ડેનમાર્કના ગેસ સપ્લાય પર રોક લગાવી

aapnugujarat

IMF की दुनियाभर की सरकारों को सलाह, इकोनॉमी में रिकवरी के लिए एक और राहत पैकेज दें

editor

Leave a Comment

UA-96247877-1