Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખાંડ આયાત ડ્યુટી વધારીને ૫૦ ટકા કરવા માટે તૈયારી

વિશ્વના સૌથી મોટા ખાંડ વપરાશકાર દેશ ભારતમાં ખાંડની આયાત ઉપર ટેક્સને ૪૦ ટકાથી વધારીને ૫૦ ટકા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિદેશમાંથી ખાંડના સસ્તા પ્રવાહ ઉપર નિયંત્રણ લાદવાના હેતુસર આયાત ડ્યુટીમાં વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. ભારત દ્વારા ઓછી આયાતના પરિણામ સ્વરુપે વૈશ્વિક કિંમતો ઉપર અસર પડી શકે છે પરંતુ આના લીધે સ્થાનિક કિંમતોને ટેકો મળશે. આયાતના અંદાજના પરિણામ સ્વરુપે છેલ્લા થોડાક સપ્તાહમાં ખાંડની સ્થાનિક કિંમત પર દબાણ આવી ગયું છે. ભારતીય બજારમાં સસ્તી ખાંડનો ભરાવો થઇ ગયો છે જેના પરિણામ સ્વરુપે સરકાર હવે ડ્યુટીને વધારીને ૫૦ ટકા કરી શકે છે. નામ જાહેર નહીં કરવાની શરતે આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં સરકારે જૂનના અંત સુધી ખાંડની ૫૦૦૦૦૦ ટનની ડ્યુટી ફ્રી આયાતને મંજુરી આપી હતી. સ્થાનિક ખાંડ ઉત્પાદનમાં હાલમાં ઘટાડો થયો છે. ૧૭-૧૮ના માર્કેટિંગ વર્ષની શરૂઆત પહેલી ઓક્ટોબરથી થઇ રહી છે.
ભારતમાં ખાંડ ઉત્પાદનનો આંકડો ૨૫ મિલિયન ટનથી વધી શકે છે. ખાંડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયાત ડ્યુટીને ૬૦ ટકા કરવાની માંગ કરાઈ રહી છે પરંતુ સરકાર ડ્યુટી વધારીને ૫૦ ટકા કરવા વિચારી રહી છે. ભારતે હાલમાં જ આશરે ખાંડ સુગર મિલોમાં ૧૧ ટકાનો વધારો કર્યો છે. આયાતને કાબૂમાં લેવાથી સ્થિર ખાંડની કિંમતો બજારમાં જોવા મળશે અને સામાન્ય લોકોને રાહત પણ થશે.

Related posts

सरकार के 50 दिनों में ‘सबका साथ, सबका विकास और सबका विश्वास के दर्शन हुए : जावड़ेकर

aapnugujarat

प्रियंका ने कहा – भाजपा सरकार अर्थव्यव्स्था के मामले में इतनी भ्रमित क्यों है?

aapnugujarat

राजस्थान में तेज बारिश का अलर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1