Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં મુખ્ય સાત પરિબળોની અસર રહેશે : ઉતારચઢાવ દેખાશે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થયા નવા કારોબારી સેશનમાં કુલ સાત મુખ્ય પરિબળોની સીધી અસર જોવા મળશે. આ સાત પરિબળો માર્કેટની દિશા નક્કી કરનાર છે. જે સાત પરિબળોની અસર થનાર છે તેમાં આવતીકાલથી જારી કરવામાં આવનાર કંપનીઓના તેના જુનના ત્રિમાસિક ગાળાના પરિણામો, માઇક્રો ઇકોનોમિક આંકડા અને મોનસુનની પ્રગતિ, જીએસટી અમલીકરણ, ટેકનિકલ આઉટલુક અને યુએસ જોબ ડેટાની સીધી અસર જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગે ગુરૂવારના દિવસે આગાહી કરતા કહ્યુ હતુ કે પહેલી જુનથી પાચમી જુલાઇ વચ્ચેના ગાળામાં ભારતમાં સિચાઇ સિઝન વરસાદનો આંકડો ૨૦૬.૭ મીમીના નોર્મલ વરસાદની સામે ૨૧૭.૩ મીમી રહ્યો છે. જુન-સપ્ટેમ્બર સાઉથ વેસ્ટ મોનસુન દેશના કૃષિ સેક્ટર માટે ખુબ ઉપયોગી રહે છે. ાકારણ કે આ ગાળા દરમિયાન ખેતીમાં પ્રવૃતિ વધારે જોવા મળે છે. સાથે સાથે સિચાઇ માટે વરસાદ પર મુખ્ય રીતે કૃષિ ભૂમિ આધારિત રહે છે. બીજી બાજુ કોર્પોરેટ ઇન્ડિયા દ્વારા સોમવારથી તેમના પ્રથમ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવાની શરૂઆત થશે. સિનકોમ હેલ્થકેર દ્વારા સોમવારના દિવસે તેના જુન ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે. એમ્ટેક ઓટો, સીસીએલ, ના પરિણામ ૧૧મી જુલાઇના દિવસે જારી કરવામાં આવનાર છે. જો કે તમામની નજર આઇટીની દિગ્ગજ કંપની ટીસીએસ અને ઇન્ફોસીસ પર કેન્દ્રિત થઇ છે. આ કંપનીઓ ક્રમશ ૧૩ અને ૧૪મી જુલાઇના દિવસે તેમના પરિણામ જારી કરનાર છે. જુન ૨૦૧૭ માટેના ફુગાવાના આંકડા અને મે મહિના માટે આઇઆઇપીના આંકડા પણ આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. મેન્યુફેકરિગ, માઇનિંગ, પાવર સેક્ટરમાં નિરાશાજનક દેખાવના કારણે એપ્રિલ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ગ્રોથ ઘટીને ૩.૧ ટકા થઇ ગયો છે. જુન મહિના માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાના આંકડા ૧૪મી જુલાઇના દિવસે જારી કરવામાં આવનાર છે. મે મહિનામાં ડબલ્યુપીઆઇ ફુગાવાના આંકડો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. તેની સપાટી ૨.૧૭ રહી હતી. શાકભાજીની કિંમતમાં ઘટાડો થયા બાદ આ સ્થિતી સર્જાઇ હતી. યુએસ જોબ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. જેની અસર શેરબજારમાં રહે તેવી શક્યતા છે. ચીનમાં વિદશી સીધા મુડીરોકાણઁનો આંકડો બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે ભારે પ્રવાહી સ્થિતી વચ્ચે બીએસઇ સેંસેક્સ નવ પોઇન્ટ ઘટીને ૩૧૩૬૧ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી નવ પોઇન્ટ ઘટીને ૯૬૬૬ની સપાટીપર રહ્યોહતો. ઓઇલથી ટેલિકોમ સુધીના કારોબાર ધરાવતી રિલાયન્સમાં જોરદાર તેજી રહી હતી. કારોબારી હાલમાં જીએસટી વ્યવસ્થાને લઇને વધુ ચિત્ર સ્પષ્ટ થાય તેની રાહ જોઇ રહ્યા છે. જેથી વધારે રોકાણ કરવાના મુડમાં તેઓ દેખાઇ રહ્યા નથી.

Related posts

માર્ચમાં GSTની ૧.૨૩ લાખ કરોડની કમાણી

editor

Sensex down by 560 points to close at 38,337; Nifty below by 11,450

aapnugujarat

દિવાળી સુધી સોનાની કિંમત ૩૪,૦૦૦ સુધી પહોંચી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1