Aapnu Gujarat
રાષ્ટ્રીય

સેનેટરી નેપકિન પર ૧૨ ટકાનો જીએસટી અમલી

નવી કરવેરા વ્યવસ્થા હેઠળ સેનેટરી નેપકિન પર ૧૨ ટકા જીએસટી લાગૂ કરવામાં આવ્યા બાદ સોનાગાછીની સેક્સ વર્કરોને પણ પ્રતિકુળ અસર થઇ છે.
આને એશિયાના સૌથી મોટા રેડલાઇટ એરિયા તરીકે ગણવામાં આવે છે. સેનેટરી નેપકિન ઉપર મુકવામાં આવેલા આ કરથી તેઓ જુના સમયમાં પરત ફરી શકે છે. સેક્સ વર્કર સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવાને લઇને અનઉચ્છુક રહે છે. દરબાર મહિલા સમન્વય કમિટિના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આરોગ્ય અને સાફ સફાઈને લઇને ચલાવવામાં આવેલા જાગૃકતા અભિયાન બાદ મહિલાઓએ ૧૦ વર્ષ પહેલા સેનેટરી નેપકિનના ઉપયોગની શરૂઆત કરી હતી પરંતુ હવે તેની કિંમતમાં વધારો થવાથી સમસ્યા ઉભી થઇ રહી છે. દરબાર મહિલા કમિટિ રાજ્યની સેક્સ વર્કરની સંસ્થા છે જેમાં ૧૩૦૦૦૦ નોંધાયેલી મહિલાઓ છે. આને લઇને નવી ચર્ચાઓ હવે છેડાઈ છે.

Related posts

17-year-old girl gang-raped, burnt; 3 accused arrested in West Bengal

aapnugujarat

દરેક આંસુના હિસાબ લેવાશે : મોદીની ખાતરી

aapnugujarat

मनमोहन सिंह को अब दी जाएगी जेड प्लस सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1