Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોને સમર્થન : ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખની અટકાયત

સમગ્ર દેશમાં ખેડુતોએ ખેડૂત વિરોધી કાયદા અને ટેકાના ભાવો તથા અનેક સમસ્યાઓને લઈ સરકાર સામે બાંયો ચઢાવી છે. દરેક રાજ્યમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ખેડૂતોના સમર્થનમાં અપાયેલ ભારત બંધના એલાનને કુર્શી સંગઠનો, ખેડૂત આગેવાનો, વિવિધ રાજકીય પક્ષો અને કામદાર સંગઠનો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન અપાયું હતું જેના સંદર્ભમાં ડભોઈ તાલુકા અને શહેરના કોંગી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ડભોઈના બજારો સંપૂર્ણ બંધ રહે અને બંધ સફળ નીવડે તે હેતુ કાર્યવાહી કરવાના હોવાથી ડભોઈ પોલીસ તંત્રે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે અગમચેતીના ભાગરૂપે અને ગુજરાત સરકારના આદેશ અનુસાર કાયદો અને વ્યવસ્થા સંતુલિત અને જળવાઈ રહે તેવા હેતુસર ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ તથા ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ જીમીત ઠાકરની અટકાયત કરવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ

aapnugujarat

198.543 kg ganja and brown sugar seized by Gujarat Police

aapnugujarat

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે કોરોના મહામારી ને લઇ પાઉડરની દવાનો છંટકાવ કરવામાં આવ્યો…

editor

Leave a Comment

UA-96247877-1