Aapnu Gujarat
રાષ્ટ્રીય

યાંત્રિક ખામીને કારણે મુંબઈ મેટ્રોની ટ્રેન સેવા અડધો કલાક ખોરવાઈ; પ્રવાસીઓ હેરાન-પરેશાન

ઘાટકોપરથી વર્સોવા વચ્ચે ચલાવાતી મુંબઈ મેટ્રો ટ્રેન સેવા આજે સવારે ધસારાના સમયે ખોરવાઈ જતાં ટ્રેન પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા.આજે સવારે લગભગ ૯ વાગ્યાના સુમારે યાંત્રિક ખામી ઊભી થવાને કારણે ટ્રેન સેવા અંધેરી-વર્સોવા સ્ટેશનો વચ્ચે ખોરવાઈ ગઈ હતી.ટ્રેન સેવા અટકી જતાં અંધેરી, આઝાદ નગર, ડી.એન. નગર અને વર્સોવા સ્ટેશનો પર લોકોની અપાર ભીડ જામી હતી.સત્તાવાળાઓએ તરત જ કામે લાગીને અડધા કલાકમાં એ યાંત્રિક ખામી દૂર કરી દીધા બાદ ટ્રેન સેવા ફરી શરૂ થઈ હતી.મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતી ઘાટકોપર-વર્સોવા મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાથી લાખો પ્રવાસીઓને ઘણી રાહત થઈ છે. પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન પરની ટ્રેનો તો લગભગ રોજ ૧૦-૧૫ મિનિટ મોડી પડતી હોય છે. આ લાઈનો પર ટ્રેન સેવા કોઈકને કોઈક કારણસર અમુક મિનિટો સુધી ખોરવાઈ જતી હોવાનું વારંવાર બનતું હોય છે, પણ મેટ્રો ટ્રેન સેવા અડધો કલાક સુધી ખોરવાઈ જાય એ તેના પ્રવાસીઓને જરાય પરવડે નહીં.અડધા કલાકના વિલંબ બાદ મેટ્રો ટ્રેન દ્વારા થઈ ગયા બાદ મુંબઈ મેટ્રો કંપનીએ આ ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી.

Related posts

મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નવું નામ દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન

aapnugujarat

सहारनपुर हिंसा का आरोपी चंद्रशेखर हिमाचल से गिरफ्तार

aapnugujarat

રેશનિંગ-આધાર લિંક થતા ૧૭૫૦૦ કરોડ બચ્યાં છે : રામવિલાસ પાસવાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1