Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચણા અને ચણાદાળ શબ્દને ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં સમાવાયા

ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્ષનરીમાં સામેલ કરાયેલા કેટલાક નવા શબ્દોને સાર્વજનિક કરવામાં આવ્યા છે. આ નવા શબ્દોમાં રોજિંદા જીવનમાં ભારતીય ભોજનમાં સામેલ ચણા અને ચણા દાળને સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દર ત્રણ મહિનામાં ડિક્ષનરીમાં લાઈફસ્ટાઈલ અને સમસામયિક વિષયોને લઈને શિક્ષા જગત સુધીના નવા નવા શબ્દોને સામેલ કરવામાં આવે છે. આ વખતે ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં નવા ઉમેરાયેલા ૬૦૦ શબ્દોમાં ચણા અને ચણા દાળનો ઉમેરો થયો છે.આ ઉપરાંત ડિક્ષનરીમાં ટેનિસ સાથે સંબંધિત કેટલાક શબ્દોને પણ સામેલ કરાયા છે. તેમાં ફોસ્ર્ડ એરર અને બેગેલ છે. ટેનિસમાં બેગેલનો મતલબ એટલે છ ગેમ્સના મુકાબલે શૂન્ય. જોકે, શૂન્ય અને બેગેલની શેપ ગોળ ગોળ હોય છે. તેથી તેની સ્થિતિ જોઈને તેને આ નામ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત વોક અને પોસ્ટ ટ્રુથ (શબ્દને પણ ડિક્ષનરીમાં સામેલ કરવામાં આવ્યો છે. ૨૦૧૬ ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં પોસ્ટ ટ્રુથને વર્ડ ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યો હતો. તેના બાદ સામાજિક સંવાદમાં તેનો ઉપયોગ વધ્યો હતો.

Related posts

૨૦૧૬ની ચૂંટણીમાં દખલગીરી માટે પુતિન જવાબદાર : ટ્રમ્પ

aapnugujarat

Opposition parties valid demands accepted except PM Khan’s resign

aapnugujarat

આવતીકાલે સિંગાપોરમાં ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે શિખર મંત્રણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1