Aapnu Gujarat
Uncategorized

ઉના શહેરના બિસ્માર રોડના ખાડામાં વૃક્ષારોપણ કરી ચક્કાજામ કરાયો

ઉના શહેરમાંથી પસાર થતા ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવે રોડ, રોકડીયા હનુમાન મંદિર, મછુંદ્રી નદીનો પુલ, વડલા ચોકી, બસ સ્ટેશન, ત્રિકોણબાગ, જાહેર બાગ, શાકમાર્કેટ, ટાવર ચોક, ગોધરા ચોક, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ રોડ પર ભારે વરસાદ અને વાહનોના કારણે એક થી ત્રણ ફુટ જેટલા ખાડા પડી ગયા છે. વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. આ અંગે ઘણી વખત રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ કરાવાતું નથી તેથી આજે સવારે સામાજિક એકતા જાગૃતિ મિશનના આગેવાન વિનોદ બાંભણિયા સહિત તમામ કાર્યકરોએ રોડ ઉપર બેનરો લઇ ચક્કાજામ કર્યો હતો. રોડ વચ્ચેના ખાડામાં વૃક્ષારોપણ કરી નેશનલ હાઈવે ખોટમાં ફાળો કરો, હાઈવે અધિકારી યોજના પ્રજા ત્રસ્ત છે રોડના બેનર લઈને ઉભા રહ્યાં હતાં અને વાહન ચાલકો તથા દુકાનદારો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો ત્યાં નાયબ કલેકટરની મોટર આવતા રોકાઈ હતી. પોલીસ પણ આથી કાર્યકરોને વિખેરી રસ્તો ખુલ્લો કર્યો હતો રોડ ક્યારે મરમત થશે તેનો કોઈ અધિકારી જવાબ આપતા નથી કાર્યકરો ફાળો ઉઘરાવી મરામત કરાવે તેવી વાહનચાલકોની લાગણી છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

સમાજ વચ્ચે રહીને કામ કરે તેની સાથે ખોડલધામ ઊભું રહેશેઃ નરેશ પટેલ

aapnugujarat

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૯ માં પુરાણી સ્વામી હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવમાં આવ્યું

editor

રાજ્યનાં દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી

editor

Leave a Comment

UA-96247877-1