Aapnu Gujarat
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં ઓનલાઇન ફ્રોડ રેકેટ : ચાર શખ્સોની ધરપકડ

હૈદરાબાદમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ઓનલાઇન ફ્રોડના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે એક ચીની નાગરિક સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બુધવારે આ ચારેય લોકોની દિલ્હીથી ધરપકડ કરી ગુરુવારે સાંજે હૈદરાબાદ પહોંચી હતી. આ રેકેટને ચીનની કંપની ચલાવી રહી હતી. હૈદરાબાદના પોલીસ કમિશ્નર અંજની કુમારે જણાવ્યું કે, બે લોકોએ એક ઓનલાઇન ગેમિંગ વેબસાઈટ વિરુદ્ધ છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ હતો કે વેબસાઈટે તેમની પાસેથી ૯૭ હજાર અને ૧લાખ ૬૪ હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસે આ મામલે ચીનના નાગરિક યા હાઓની ધરપકડ કરી છે. તે ન્ૈહાએહ એપના સાઉથ ઇસ્ટ એશિયાનો ઓપરેશન હેડ હતો. તેના ત્રણ સાથી ધીરજ સરકાર, અંકિત કપૂર અને નીરજ તુલી દિલ્હી ઈ-વોલેટ કંપની ડૂકીપેના ડિરેક્ટર હતા.
ઓનલાઇન ગેમ્બલિંગ ચાઈનીઝ ગેમિંગ કંપની ’બેઇજિંગ ટી પાવર કંપની’ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. આ માટે અલગ-અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી. પોલીસે અત્યારસુધી રૂપિયા ૧૦૦૦ કરોડના ટ્રાન્જેક્શનનો ખુલાસો કર્યો છે. આમાંથી મોટાભાગના ટ્રાન્જેક્શન લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે બેઇજિંગ ટી પાવર નવી કંપનીઓ બનાવતું હતું. તેમાં જોડાયેલા મેમ્બરો સાથે ઓનલાઇન ગેમ્બલિંગ કરવામાં આવતું હતું. પેમેન્ટ અલગ-અલગ ઈ-પેમેન્ટ ગેટવેજ દ્વારા લેવામાં આવતું હતું.

Related posts

અલગાવવાદી નેતા મીરવાઇઝની સુરક્ષાદળે કરી ધરપકડ

aapnugujarat

આંધી-તોફાનનું ફરી તાંડવ : ૪૦થી વધુનાં મોત

aapnugujarat

Gomti Riverfront Money Laundering Case : ED attaches assets of Engineers

aapnugujarat

Leave a Comment

UA-96247877-1