Aapnu Gujarat
રાષ્ટ્રીય

આરએસએસની વિચારધારામાં ખોટુ શું છે? જાવડેકર

મોદી સરકારે નવી શિક્ષા નીતિને મંજૂરી આપી દીધી છે. નવી શિક્ષા નીતિ વિશે જણાવતા પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી અને વર્તમાન પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે આરએસએસની વિચારધારામાં ખોટુ શુ છે, શુ સારા માણસ બનાવવા ખોટી વાત છે?કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે નવી શિક્ષણ નીતિથી ભવિષ્યમાં સ્કુલ બેગનો ભાર ઓછો થઈ જશે. આનાથી સ્કિલ વધશે અને રોજગારના અવસર મળશે. વિકલ્પ તરીકે સ્થાનિક ભાષા પણ રહેશે. જે દ્વારા ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રાઈવેટ સ્કુલ પર કોઈ ભાર પડશે નહીં.
નવી શિક્ષણ નીતિ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે સંસદની સ્થાયી કમિટીની સામે બિલ પર બે વાર ચર્ચા થઈ છે. આ સાથે જ તમામ સાંસદો અને બ્લોક-પંચાયત સ્તરે બિલના મુદ્દે ચર્ચા થઈ હતી. તમામની સલાહ લીધા બાદ મોદી સરકારે બિલને મંજૂરી આપી છે.પ્રકાશ જાવડેકરે કહ્યુ કે ગ્રામ પંચાયતથી લઈને તમામ શિક્ષણ વિદોની સલાહ બાદ નવી શિક્ષણ નીતિને તૈયાર કરવામાં આવી હતી.
આરએસએસની વિચારધારા શુ છે? શુ રાષ્ટ્રહિતની વાત કરવી ખોટુ છે? તેઓ શુ ઈચ્છે છે કે રાષ્ટ્રવિરોધી શિક્ષણ આપવામાં આવે.નવી શિક્ષણ નીતિ હેઠળ શિક્ષણમાં ૧૦+૨ ફોર્મેટને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેને ૧૦+૨ માંથી ૫+૩+૩+૪ ફોર્મેટમાં પરિવર્તિત કરવામાં આવશે. હવે શાળાના પહેલા પાંચ વર્ષમાં પ્રિ-પ્રાઈમરી સ્કુલના ત્રણ વર્ષ અને ધોરણ-૧ અને ૨ સહિત ફાઉન્ડેશન સ્ટેજમાં સામેલ થશે. બાકીના ૩ વર્ષને ધોરણ ૩ થી ૫ની તૈયારીના તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. તે બાદમાં ત્રણ વર્ષ મધ્ય ચરણ (ધોરણ ૬ થી ૮ ) અને માધ્યમિક ચાર વર્ષ (૯ થી ૧૨) હશે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજુરી આપવામાં આવી છે. ૩૪ વર્ષથી શિક્ષણ નીતિમાં પરિવર્તન થયું નહોતું. તેમણે કહ્યું કે, સરકારે શિક્ષણ નીતિને લઈને ૨ સમિતિઓ બનાવી હતી. એક ટીએસઆર સુબ્રમણ્યમ સમિતિ અને બીજી ડો. કસ્તૂરીરંગન સમિતિ બનાવવામાં આવી હતી.

Related posts

રેલયાત્રી ધ્યાન દે : હવે કન્ફર્મ ટિકિટ પર પરિવારનો અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકશે

aapnugujarat

Defence Minister Rajnath Singh warns Pakistan, says Now the discuss will be on PoK

aapnugujarat

રામલલ્લા સામે મસ્તક ન નમાવનારને રામભક્તોના મત નહીં મળે : સ્મૃતિ ઈરાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1