Aapnu Gujarat
બિઝનેસ

BSNLના ગ્રાહકો જોરદાર ઓફર, જાણી લો પ્લાન અને કિંમત

BSNLના ગ્રાહકો માટે એક મહત્વના અને સારા સમાચાર આવ્યા છે. BSNLએ એક પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં દરરોજ 22જીબી ડેટા ઓફર કંપનીએ કર્યો છે.


કંપની પોતાના BSNL 22GB CUL બ્રોડબ્રેડ પ્લાનમાં દરરોજ 22જીબી ડેટા ઓફર કરી રહી છે. આ ઓફરની કિંમત 1299 રૂપિયા છે
1299 રૂપિયા વાળા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળશે. બીએસનેએલએ આ પ્લાનને 1 જૂલાઈ 2020થી લોન્ચ કર્યો છે. પ્લાનમાં 10 Mbps સુધીની સ્પીડ સાથે યુઝર્સ દરરોજ 22 જીબી ડેટાનો યુઝ કરી શકે છે. ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ સ્પીડ ઘટીને 2 Mbps થઈ જાય છે.


બીએસએનએલના આ પ્લાનને બે અને ત્રણ વર્ષ માટે પણ એડવાંસ પેમેન્ટ આપીને સબ્સક્રાઈબ કરી શકાય છે. બે વર્ષ માટે યૂઝર્સે 24681 રૂપિયા અને ત્રણ વર્ષ માટે 36372 રૂપિયા આપવાના રહેશે. પ્લાનની સાથે યૂઝર્સને એક ઈમેલ એડ્રેસની સાથે 1 gb ફ્રિ ક્લાઉડ સ્ટોરેજ પણ મળશે. સાથે સાથે યુઝર એક વર્ષ માટે રૂ.200 આપીને એક સ્ટેટિક IP એડ્રેસ પણ ખરીદી શકે છે. આ માટે એક મહિનાનું રેંટ સિક્યોરિટીના આધાર પર આપવાનું રહેશે. પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ પણ ઓફર કરી રહી છે. આ માટે દરેક કનેક્શન સાથે એક લેંડલાઈન ફોન પણ આપવામાં આવી રહ્યો છે.

અંદમાન અને નિકોબારને છોડીને બીએસએનએલનો આ પ્લાન બધી જ જગ્યા પર ઉપલબ્ધ છે. આ પ્લાનને પસંદ કરવા માટે યુઝર્સને ચાર ઓપ્શન મળે છે. પહેલો ઓપ્શન છે કે તમે આ પ્લાન માટે દર મહીને રૂ.1299 આપો. બીજો ઓપ્શન છે આ પ્લાન વર્ષ માટે પણ કરી શકો છો. પ્લાનના વાર્ષિક સબ્સક્રિપ્શન માટે 12990 રૂપિયા આપવાના રહેશે.

Related posts

Chin के उत्पादों के बहिष्कार की तैयारी

editor

आनंद पिरामल से शादी करेंगी मुकेश अंबानी की बेटी ईशा

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ ઠલવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1