Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશને પહેલીવાર બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, જાણો કેટલો હશે ચાર્જ

બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન દેશમાં ફક્ત એરપોટ પર જોવા મળે છે જયારે હાલ જ દેશમાં પહેલી વાર બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન રેલ્વે સ્ટેશન પર લગાવામાં આવ્યું છે ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. પરંતુ હવે રેલ્વે સ્ટેશન પર પણ આ સુવિધા ઉપલબ્ધ હશે  આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

ગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગનો આટલો ચાર્જ લાગશે:-

વજનસેનિટાઈઝરેપિંગ- સેનિટાઈઝ
10 કિલો સુધીરૂ.10રૂ.60
25 કિલો સુધીરૂ.15રૂ.70
25 કિલોથી વધુરૂ.20રૂ.80

સમગ્ર વિગત જોઈએ તો દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

Related posts

વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જોડાયા

aapnugujarat

વડોદરાના નવા કોર્ટ સંકુલમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા : બેઠક વ્યવસ્થાને લઇ વકીલોના હોબાળા બાદ લાઠીચાર્જ થયો

aapnugujarat

ઓનલાઇન ફંડ એકત્ર કરનાર લોકોની સંખ્યા ૧૦ ગણી વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1