Aapnu Gujarat
ગુજરાત

કડી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

મહેસાણા જિલ્લાનાના કડી તાલુકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. કડી શહેરના અલગ અલગ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કડીના મોઠા કોટાડી વિસ્તારની સામે નવાપુરા, રાવળવાસ, શાકમાર્કેટ જેવી અનેક જગ્યાએ કચરાના ઢગલાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કડી નગરપાલિકા દ્વારા અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન આ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ ના થતાં આ પરિસ્થિતિ જોવા મળી રહેતી હોય છે અને ગંદકીને કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો પણ આ ગંદકીના કારણે પરેશાન જોવા મળી રહે છે સાથે સાથે ત્યાં વિસ્તારની ગાયને પુરતો ખોરાક ના મળી રહેતા છેલ્લે તે ગાયો કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને કચરો ખાય છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

બહુજન ક્રાંતિ મોરચા દ્વારા સમાજમાં ઝેર ફેલાવવા પ્રયાસ મામલે આવેદનપત્ર સુપ્રત

aapnugujarat

ભાજપનાં એસસી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત

editor

મારી સુરક્ષા વ્યવસ્થા નહીં હોય તો હુમલાની આશંકાઃ હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1