Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિશ્વમાં ૭૫ ટકા વસતી આકરી ગરમીની અસરનો ભોગ બનશે

જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિગને કારણે વિશ્વની ૭૫ ટકા વસતી ભયાનકમાં લીમાં સેકાતી રહેશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ચાલુ જ રહેશે તો અનેક લોકોને જીવન મોત સામે બાથ ભીડવી પડશે.વિશ્વમાં૧૯૮૦થી અત્યાર સુધી ૧,૯૦૦ જૂદા જૂદા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ગરમી અને તાપને કારણે મૃત્યુ પામ્યા છે. ૨૦૧૦માં મોસ્કોમાં ૧૦,૮૦૦ લોકો મૃત્યુ પામ્યા હતાં. ૨૦૦૩માં પેરીસમાં ગરમી અને તાપને લીધે ૪,૯૦૦ જણાં મોતને ભેટ્યાં હતાં. આ જ કારણે ૧૯૯૫માં શિકાગોમાં ૭૪૦ જણાંના મોત નિપજ્યા હતાં.સંશોધનકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૦માં વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો ૨૦ કે તેથી વધારે દિવસ ભયાનક ગરમીને લીધે જીવલેણ સ્થિતિમાં પસાર થયા હતાં. કાર્બન ઉત્સર્જન આ રીતે જારી રહેશે તો વિશ્વના ૭૪ ટકા લોકોને વધતા જતાં તાપમાનને કારણે ભારે ગંભીર સ્થિતિમાંથી પસાર થવું પડશે.ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના તમામ પ્રયાસો છતાં વિશ્વની ૪૭ ટકા કરતાં વધારે વસતિ ૨૧૦૦ સુધીમાં જીવલેણનો ભોગ બનશે. અભ્યાસમાં વધુમાં જણાવ્યું હતું કે કુદરતી કારણો કરતાં માનવસર્જિત પ્રવૃતિઓને લીધે વિશ્વનું તાપમાન ૧૭૦ ગણી વધારે ઝડપથી ગરમ થાય છે.શરીર ૩૭ ડિગ્રી તાપમાન સહન કરી છે તેના કરતાં વધારે તાપમાન જીવલેણ સાબિત થઈ શકે છે. ગરમ હવા શરીર માટે ભારે ખતરનાક હોય છે

Related posts

पाकिस्तान में सड़क दुर्घटना : 15 की मौत

aapnugujarat

पूर्वी कालिमैनटन में होगी इंडोनेशिया की नई राजधानी

aapnugujarat

कोरिया साथ बातचीत नाकाम या कामयाबी मिलेगी : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1