Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખની પુત્રી સુહાના બોલિવુડમાં એન્ટ્રી કરશે

વર્ષ ૨૦૧૮માં બોલિવુડના અનેક સુપરસ્ટારના બાળકો બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. આ સ્ટાર બાળકોમાં ઇશાન ખટ્ટર, જાન્હવી કપુર, સારા અલી ખાન અને સુહાના ખાનનો સમાવેશ થાય છે. આ તમામ બાળકોને લોંચ કરવા માટેની તૈયારી જુદાજુદા નિર્માતા નિર્દેશકો દ્વારા કરવામાં આવી ચુકી છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની બોલિવુડમાં એન્ટ્રીને લઇને કેટલાક પ્રકારની અટકળો હમેંશા આવતી રહી રહી છે. જો કે આ સંબંધમાં કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. કિંગ ખાન શાહરૂખ ખાન પોતાના બાળકો પર ક્યારેય ભવિષ્યને લઇને દબાણ લાવતો નથી પરંતુ તે ચોક્કસ પણે આશા રાખે છે કે તેના બાળકો પહેલા શિક્ષણ પૂર્ણ કરી લે. પોતાના કોઇ પણ કામની શરૂઆત કરતા પહેલા શિક્ષણને લઇને બાળકો ગંભીર રહે તેમ શાહરૂખ ખાન ઇચ્છા રાખે છે. થોડાક મહિના પહેલા સુહાના સાથે સંબંધિત એક વિડિયો સપાટી પર આવ્યા બાદ તેની ચર્ચા રહી હતી. જેમાં તે શેક્સપિયરના નાટકમાં ભૂમિકા કરતી નજરે પડી હતી. તેના શાનદાર અભિનય એ ડાયલોગ ડિલિવરીથી સાબિતી મળી ગઇ છે કે તે શાનદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. શાહરૂખની સાથે ફોટોમાં પણ તે હાલમાં નજરે પડી હતી. ખાન પરિવારના એક નજીકના સુત્રે કહ્યુ છે કે સુહાના જન્મજાત કલાકાર છે. તેની એક્ટિંગ નેચરલ છે. તે સતત થિયેટર સાથે જોડાઇ રહી છે. નાટકોમાં પણ તે પોતાની કુશળતા દર્શાવી રહી છે. સુહાના માટે એક શાનદાર પટકથા તૈયાર કરવા માટે કરણ જોહરને કહેવામાં આવ્યુ હોવાના હેવાલ મળ્યા છે. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે.

Related posts

સંજય લીલા ભણસાલીનું માથું કાપી લાવનારને ૫ કરોડના ઇનામની જાહેરાત!

aapnugujarat

ત્રણ ખાનની સાથે કામ કરવું જરૂરી : તાપ્સી

aapnugujarat

સેક્સી અને બોલ્ડ સ્ટાર રિયા સેન સતત ચર્ચામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1