Aapnu Gujarat
ગુજરાત

દીકરી ના જન્મ પ્રસંગ ની કરી અનોખી ઉજવણી,,, બાળકોને બટુક ભોજન પીરસ્યું….

અહેવાલ રઘુભાઈ નાઈ બનાસકાંઠા

વર્તમાન સમય માં દીકરી ના જન્મ પ્રસંગ વિવિધ જગ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. અને “બેટી બચાવો બેટી પઢાવો” સુત્ર પણ સાર્થક થતું જોવા મળી રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકાના રામપુરા (ધુ)પ્રા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણજી ઠાકોર ના ઘરે દીકરી નો જન્મ પ્રસંગે શાળાના બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું જો.કે આજના સમયમાં લોકો દીકરા ના જન્મ પ્રસંગની ઉજવણી કરતા હોય છે. દીકરી ના જન્મ પ્રસંગની ઉજવણી ઓછી જોવા મળતી હોય છે ત્યારે શિક્ષકે દીકરી ને આવકારી હતી.અને બાળકોને બટુક ભોજન પીરસવામાં આવ્યું હતું .જો.કે આ શિક્ષકે “બેટી બચાવો બેટી પઢાવો ” નું સૂત્ર સાર્થક કર્યું છે. અને સમાજમાં દિકરીઓનું સન્માન સાથે જીવી શકે એવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે .આ પ્રસંગે શાળાના આચાર્ય અશોકભાઈ નાઈ એ સમાજમાં દીકરી નું કેટલું યોગદાન રહેલું છે તે વિશે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. અને સમગ્ર શાળા પરિવારે શિક્ષક ને દીકરી ના જન્મ પ્રસંગે અભિનંદન પણ આપ્યા હતા…..

Related posts

ભાવનગર જિલ્લો બન્યો કોરોનામુક્ત

editor

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો : પત્રકારો માટે મીડિયા કલબ અને હાઉસિંગની સુવિધાઓ

aapnugujarat

અહેમદ પટેલ ઇચ્છશે તો મારો મત તેમને જ રહેશે : શંકરસિંહ વાઘેલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1