Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ વદેશી દારૂ પકડી પાડ્યો

સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી.એ વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો ઉપર લાલ આંખ કરી છે.
છેલ્લા બે દિવસમાં સાબરકાંઠા એલસીબી પોલીસે ગાંભોઈ, તલોદ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બુટલેગરો સામે ગુન્હો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ સાબરકાંઠા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ખેડગામ તરફથી ખેડ તસિયા રોડ ઉપર થઈ એક સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી નંબર જી.જે.૦૧.એચ.ઈ.૯૨૩૩ કારમાં ગેરકાયદેસર વિદેશી ઇંગ્લિશ દારૂ ભરી આવેલ છે જે બાતમીને આધારે પોલીસે જાંબુડી પાટિયા નજીક નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું તે દરમિયાન બાટલી વાળી કાર નાકાબંધી તોડી રામપુર ગામ થઈ ભાગવા લાગી પોલીસે તેનો પીછો કરતા કેસરપુર જામલા ત્રણ રસ્તા પાસે વાહન ચાલક તથા તેની બાજુમાં બેસેલ મદદગાર ભાગવા લાગેલ પોલીસે પીછો કરતા વાહન ચાલક પોલીસના હાથે પકડાઈ ગયેલ અને તેની બાજુમાં બેસેલ મદદગાર ભાગવામાં સફળ રહ્યું હતું.
પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ ૧૨૬ કિંમત રૂપિયા ૩૧,૫૦૦/-અને તે કામ માં વપરાયેલ કાર કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ ૧ કિંમત રૂપિયા ૨,૦૦૦/-દિલ મળી રૂપિયા ૨,૩૩,૫૦૦/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમ વૈષ્ણવ મનોજકુમાર રામજીભાઈ ઉ.વ ૩૪ રહે. વડલા વાળી ચાલી જૈન દેરાસર પાસે નગરી મિલ ની સામે પોપટિયા વડ, ગોમતીપુર રખિયાલ અમદાવાદ નાઓ વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહી એક્ટ મુજબ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વેરાવળ પરજીયા પટણી સોની સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લામાં વાજપેયજીની પ્રાર્થનાસભા કાર્યક્રમ

aapnugujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સાણંદ ખાતે રાજ્યકક્ષાના મહિલા આરોગ્ય દિનની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1