Aapnu Gujarat
ગુજરાત

સમસ્ત બ્રહ્મસમાજ દિયોદર તાલુકાના કર્મચારીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

તા.૧૬/૧૧/૨૦૧૯ ના રોજ સમસ્ત બ્રહ્મસમાજ દિયોદર તાલુકા સંગઠન દ્વારા દિયોદર તાલુકાના તમામ બ્રહ્મ સમાજના કર્મચારીઓનું સ્નેહમિલન કચ્છ વાગડ લોહાણા મહાજનવાડી ખાતે યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રમુખ ભાયરામ જોષી દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બ્રહ્મ સમાજ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત સૌ કોઈને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તદુપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવી સમાજઉપયોગી કાર્યો આવનાર સમયમાં કરવા અંગે તાકીદ કરાઈ હતી..આ તબક્કે નવીન રચાયેલ સમસ્ત બ્રહ્મસમાજ દિયોદર તાલુકા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજ જીલ્લા ઉપપ્રમુખ પરાગ જોષી, બ્રહ્મ સમાજ અગ્રણીમાં બી.કે.જોષી, કનુ વ્યાસ(ઉધોગપતિ ડીસા),માનજી જોષી(તાલુકા પંચાયત સદસ્ય), નવીન ત્રિવેદી (મહામંત્રી દિયોદર તા.ભાજપ), સંજય દવે (બ.કા જિલ્લા પ્રાથમિક શિક્ષક અગ્રણી) ,વાઘજી જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં, ઉપરાત ટી.ડી.ઓ પી.આર.દવે,બી.એચ.ઓ બ્રીજેશ વ્યાસ, શૈલેષ જોષી(સરકારી વકીલ) હરેશ જોષી, ભરત જોશી (સુરાણા), અજય મહેતા, ભીખીબેન વોરા, અંબારામ જોષી, સોમાલાલ ઉપાધ્યાય, દયારામ સિલ્વા, લાલજીભાઈ જોષી, અલ્કેશ જોશી (સરપંચ), પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ.માધ્યમિક, રેવન્યુ વિભાગ, આરોગ્ય વિભાગ,જી.ઈ.બી,એસ.ટી વિભાગ, પોલીસ વિભાગ એમ તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન બ્રહ્મ સમાજ મહામંત્રી અમરત જોષીએ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

અમદાવાદમાં ભાજપે સપાટો બોલાવ્યો : ૧૬ પૈકી ૧૨ બેઠક

aapnugujarat

આજથી મેલેરીયા અટકાયત માટે વડોદરા જિલ્લામાં ઘર તપાસની કામગીરીનો પ્રારંભ કરાશે

aapnugujarat

ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1