Aapnu Gujarat
ગુજરાત

વડાલી તાલુકામાં એ.પી.એમ.સી.ખાતે ટ્રેક્ટરોનો ભૌતિક ચકાસણી કેમ્પ યોજાયો

આજરોજ સાબરકાંઠા જિલ્લાનાં વડાલી માર્કેટ યાર્ડ ખાતે નવીન ખરીદાયેલ ટ્રેક્ટરોનો ભૌતિક ચકાસણી કેમ્પમાં યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સમયે તાલુકાના ડોભાડા મુકામે ૫૪ નવીન ટ્રેકટરોના કાગળોનું વેરિફિકેશન કરાયું હતું. બપોરે વડાલી માર્કેટ યાર્ડ ખાતે કુલ ૮૮ ટ્રેક્ટરોનાં જરૂરી દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી.
આ ભૌતિક ચકાસણી જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી એન.એ.ચાવડા તથા વિસ્તરણ અધિકારી એચ.જે.પટેલ અને ગ્રામ સેવક એન. કે. પ્રજાપતિ એફ.બી.ગોસ્વામી, જે.જે.પટેલ, કે.આર. બરંડા સહિતના ખેતીવાડી અધિકારીઓ ગ્રામ સેવકોની હાજરીમાં ભૌતિક ચકાસણી કેમ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ ભૌતિક ચકાસણી કેમ્પમાં આવેલ ખેડૂતો સરકારના અભિગમથી ખુશ હતાં તથા આ ચકાસણી કેમ્પનાં આયોજનમાં જોડાયેલા અધિકારીઓનો આભાર માન્યો હતો. સ્થળ ઉપર ખેડૂતો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાથી ઉપસ્થિત તમામ ખેડૂતો ખુશ જણાતાં હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

વિરમગામ શહેરમાં વરસાદથી અસહ્ય ગંદકી : શાકમાર્કેટનાં વેપારીઓએ હોબાળો મચાવ્યો

aapnugujarat

જીતુ વાઘાણી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં

aapnugujarat

લોકોનો મુડ મોદી સાથે છે ૨૦૧૯માં મોદી જ વડા પ્રધાન બનશે : બાબા રામદેવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1