Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંજય દત્તને વહેલો કેમ છોડી મૂક્યો ? બોમ્બે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર સરકારને વેધક સવાલ

બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રની સરકારને ૧૯૯૩ના સિરિયલ બ્લાસ્ટ્‌સ કેસમાં જેલ ગયેલા એક્ટર સંજય દત્તને જેલમાંથી વહેલા છોડી મૂકવાના તેમના નિર્ણય કેવી રીતે યોગ્ય છે તે જણાવવા કહ્યું છે. હાઈકોર્ટનું આ સૂચન સંજય દત્ત માટે એક નવી મુશ્કેલી ઊભી કરી શકે છે. સંજય પુણેની યરવડા જેલમાં હતો, જ્યાં તેના સારા વર્તનને કારણે તેની સજા પૂરી થવાના ૮ મહિના પહેલા જ ફેબ્રુઆરી ૨૦૧૬માં તેને છોડી મુકવામાં આવ્યો હતો.જસ્ટિસ આર.એમ. સાવંત અને સધના જાધવની ડિવિઝન બેન્ચ પુણેના એક રહેવાસી પ્રદીપ ભાલેકરે ફાઇલ કરેલી પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ની સુનાવણી કરી રહી હતી.ભાલેકરે સંજયને તેની સજા દરમિયાન મંજૂર કરવામાં આવેલી નિયમિત પેરોલ્સ અને ફર્લોઝને પડકારી હતી.તે પછી કોર્ટે સંજય દત્તને આઠ મહિના વહેલા જેલમાંથી છોડી મૂકવા માટે કયા પરિમાણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા અને કઇ કાર્યવાહીઓને અનુસરવામાં આવી હતી તે દર્શાવતું એફિડેવિટ ફાઇલ કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.સંજય દત્તના વર્તનને માપવાનો સમય ક્યારે મળ્યો જ્યારે અડધો સમય તે પેરોલ પર હતો. જસ્ટિસ સાવંતે પ્રશ્ન કર્યો હતો કે, આ માટે શું જેલના ડીઆઇજીની સલાહ લેવામાં આવી હતી કે પછી જેલના સુપ્રિન્ટેન્ડન્ટે સીધી જ ગવર્નરને આ બાબતે ભલામણ કરી હતી?તે ઉપરાંત, ઓથોરિટીએ એવું કેવી રીતે નક્કી કર્યું કે સંજય દત્તનું વર્તન સારું હતું? તેઓને દત્તના વર્તનને માપવાનો સમય ક્યારે મળ્યો જ્યારે અડધો સમય તો તે પેરોલ પર હતો?કોર્ટ આ મુદ્દે આગામી અઠવાડિયે આગળ સુનાવણી કરશે. ઇન્વેસ્ટિગેશન અને મેરેથોન ટ્રાયલ દરમિયાન દત્તે ૧૮ મહિના જેલમાં વીતાવ્યા હતા.૩૧ જૂલાઇ, ૨૦૦૭ના રોજ મુંબઈની ટાડા કોર્ટે આર્મ્સ ઍક્ટ હેઠળ હથિયારો રાખવાના ગુનાસર સંજય દત્તને ૬ વર્ષની સખત કેદની સજા કરી હતી અને તેને રૂ.૨૫,૦૦૦નો દંડ કર્યો હતો. આ હથિયારો મુંબઇમાં વર્ષ ૧૯૯૩માં થયેલા બ્લાસ્ટ્‌સમાં ઉપયોગ થનારા કન્સાઇન્મેન્ટનો હિસ્સો હતા.સંજય દત્ત તેના ટ્રાયલ દરમિયાન જામીન પર છૂટ્યો હતો. પરંતુ, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને યથાવત રાખ્યો હતો પરંતુ જેલના વર્ષો ઘટાડીને પાંચ વર્ષ કર્યા હતા, અને સંજય દત્તે સરન્ડર કર્યું હતું.તેના જેલના વર્ષો દરમિયાન દત્તને એકવાર ડિસેમ્બર ૨૦૧૩માં ૯૦ દિવસના પેરોલ્સ મળ્યા હતા અને તે પછી ફરી એકવાર ૩૦ દિવસના પેરોલ્સ મળ્યા હતા.

Related posts

ભારતીય સેનાનું મ્યાનમાર સાથે મળી સંયુક્ત ઓપરેશન

aapnugujarat

ભારત રત્ન વાજપેયી ત્રણ વાર વડાપ્રધાન તરીકે રહ્યા

aapnugujarat

जम्मु काश्मीर में सिनेमाघर अब फिर खुलेगे : सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1