Aapnu Gujarat
ગુજરાત

જિલ્લા કક્ષાના સ્વાતત્ર્ય પર્વની ઘોલકા ખાતે ઉજવણી

અમદાવાદ જિલ્લાના ઘોલકા ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે 73 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્ભક્તિ ના માહોલમાં આન.બાન. શાન સાથે ધ્વજવંદન કરાવ્યું હતું મંત્રીશ્રી એ આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.વિશ્વ ની મહામૂલી લોકશાહી ધરાવતા ભારત દેશનો ઇતિહાસ ગૌરવવંતો છે.હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ ના યોગદાન અને આહુતિએ આપણને આઝાદી અપાવી છે
મંત્રીશ્રી ના વરદહસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ને ઇનામ વિતરણ કર્યા હતા તે અંતર્ગત બેટી બચાવો …બેટી પઢાવો અભિયાન અંતર્ગત સમાજ ને જાગૃત કરવા માટેના વિવિધ સંવેદનશીલ કાર્યક્રમો તેમજ એડવોકેસી સત્રો દ્વારા અવેરનેસ જનરેશન અને આઉટરીચ એક્ટિવિટી માં શ્રેષ્ઠ કામગીરી કરી ભારત સરકાર માં ડિસ્ટ્રીક્ટ ગૂડ પર્ફોર્મિંગ બેટી બચાવો.. બેટી પઢાવો 2019 નો ખાસ એવોર્ડ મેળવવા બદલ અમદાવાદ જિલ્લા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ ને એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરી ને સન્માનવામાં આવ્યા હતા ડી.એમ.ઓ નરેન્દ્રસિંહ રાઠોડ ને એવોર્ડ.પ્રશસ્તિ પત્ર..આપવામાં આવેલ…જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે તથા ખાદી બોર્ડ ના ચેરમેન કુશલસિંહ પઢેરિયા.જિલ્લા પંચાયત ના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ.પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ તથા જિલ્લા ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

Related posts

બટાકા પકવતા ખેડૂતોને હવે નિકાસ માટે સરકાર દ્વારા સહાય ચૂકવાશે

aapnugujarat

धवलसिंह की हालत न घर के न घाट के : अल्पेश की हालत बदतर

aapnugujarat

એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતને વધારાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1