Aapnu Gujarat
શિક્ષણ

કલ્લાની સુફી સંત ફૈઝ એકેડમી સ્કુલમાં દેશનાં 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કલ્લા ગામે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સુફી સંત ફૈઝ એકેડમી સ્કુલ ખાતે દેશનાં 73માં સ્વાતંત્ર્ય પર્વની આનલ બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત યુનુસભાઈ અમદાવાદીએ વ્યોમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજને સલામી આપી હતી.

આ પ્રસંગે શાળાનાં બાળકોએ સ્વાગતગીત,બાળ અભિનય ગીત,દેશભકિત ગીત,તેમજ સામાજીક સંદેશ આપતી નાટીકાઓ રજુ કરી દેશની આઝાદી માટે પોતાનાં પ્રાણોનું બલિદાન આપનાર દેશનાં વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા,તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તૈયાર કરનાર શાળાનાં શિક્ષિકો અને શિક્ષિકાઓની મહેનતને બિરદાવી હતી.

આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી સૈયદ વાહીદઅલી બાવાસાહેબએ રાષ્ટ્રીય એકતા તથા રાષ્ટ્રનાં સર્વાંગી વિકાસ માટે તથા દેશમાં ભાઈચારો અને અખંડીતતા જાળવી રાખવા માટે તેમજ લોકશાહીને ટકાવી રાખવા માટે અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે દરેક ધર્મ અને કોમનાં લોકોએ પોતાનું રકત વહાવી આઝાદીમાં યોગદાન આપ્યું છે,ત્યારે દેશની એકતા અને અખંડીતતા જાળવવા માટે કોમી એકતા એ મહત્વનું અંગ છે,

આ પ્રસંગે ઈકબાલભાઈ પાદરવાળા,હનીફભાઈ મેટ્રીકસવાળા, નાસીરભાઈ પટેલ,જહાગીંરભાઈ,માજીદભાઈ અંભેરવાળા,મોંહમદ લાલા,યુસુફભાઈ જેટ,યુનુસભાઈ તલાટી,તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા,આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપપ્રમુખ સાલેહ મકબુલહુશૈન,સેક્રેટરી બસીર વલી પટેલ,શાળાનાં આચાર્ય જાફરભાઈ દિવાન તેમજ શાળાનાં શિક્ષકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

Related posts

મિહિરની કમાલ : કોઇ પણ એરો મોડલ બનાવી શકે છે

aapnugujarat

ગુણોત્સવ-૧માં એ  ગ્રેડની શાળાઓ ૫ થી વધી ૨૧૧૪  એ-ગ્રેડની શાળાઓ ૨૬૫થી વધી ૧૭૬૩૫ અને બી-ગ્રેડની શાળાઓ ૩૮૨૩થી વધી ૧૨,૫૨૭ નોંધાઈ

aapnugujarat

સાબરકાંઠાનાં પોશીના તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1