Aapnu Gujarat
રાષ્ટ્રીય

અયોધ્યામાં નવેમ્બર-ર૦૧૮ સુધીમાં રામ મંદિરનું નિર્માણ થઇ જશે :વિહીપ

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળની હરીદ્વારમાં યોજાયેલી ત્રણ દિવસની બેઠકમાં વિહિપના કાર્યકારી અધ્યક્ષ ડો.પ્રવિણભાઇ તોગડીયા સમક્ષ રામજન્મભુમિ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મહંત રામવિલાસ વેદાંતી અને અન્ય સાધુ-સંતોનુ જરાપણ ચાલ્યુ નથી. આક્રમક વ્યકિત ધરાવતા વિહિપના નેતા તોગડિયા કેન્દ્રીય માર્ગદર્શકની બેઠકમાં પોતાનો એજન્ડા લઇને આવ્યા હતા અને પોતાના એજન્ડાને બેઠકમાં પાસ કરાવવામાં સફળ રહ્યા હતા. બેઠકના એક દિવસ પહેલા જ વિહિપની કોર કમીટીની બેઠકમાં તોગડિયાએ પોતાનો એજન્ડા ઘોષિત કરી દીધો હતો. તેમનો મુખ્ય એજન્ડા પાંચ મહિનાની અંદર કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાનૂન પાસ કરાવવા માટે દબાણ લાવવાનો હતો. કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠકમાં તેઓ પોતાના એજન્ડા પર મહોર લગાવવામાં સફળ રહ્યા હતા. ભલે મહંત રામવિલાસ વેદાંતી જેવા ભારેખમ સાધુઓએ તેમના એજન્ડાનો વિરોધ કર્યો અને તેમના એજન્ડાને અંગત સુચન બતાવી તેને કચરા ટોપલીમાં નાંખવાનો ભરચક પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ ન રહ્યા. પોતાની રણનીતિ હેઠળ તોગડિયાએ બેઠકમાં આવેલા વગદાર સાધુઓને પોતાની તરફ ખેંચી લીધા હતા. રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યએ તોગડિયાના પ્રસ્તાવને આગળ વધારતા જાહેર કર્યુ હતુ કે નવેમ્બર ર૦૧૮ સુધીમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ જશે.હકીકતમાં પ્રવિણ તોગડિયા પીએમ મોદીને રામ મંદિર માટે હવે કોઇ મહેત્તલ આપવા નથી ઇચ્છતા તેથી તેમણે માર્ગદર્શક મંડળની બેઠકમાં અનેક વખત અડવાણીનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, અડવાણીની સોમનાથ મંદિર યાત્રા રામ મંદિર નિર્માણની દિશામાં એક મોટુ પગલુ હતુ અને તે પછી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે થયેલી ઐતિહાસિક કાર સેવા રામજન્મભુમિ આંદોલનનું ચરમ હતુ.બેઠકમાં તોગડિયા છવાઇ ગયા હતા અને તેમણે બેધડક કહ્યુ હતુ કે, મુસ્લિમ પક્ષકારો સાથે રામ મંદિર બારામાં વાત કરવાનો કોઇ અર્થ નથી કારણ કે સુપ્રિમ કોર્ટે મંત્રણા કરવાના સુચનને પહેલા જ મુસ્લિમ પક્ષકારોએ ઠુકરાવી દીધેલ છે. ચંદ્રશેખરના વડાપ્રધાન પદ વખતમાં રામ મંદિરને લઇને જે વાતચીત થઇ હતી તે મંત્રણામાં મુસ્લિમ પક્ષ પીછેહઠ કરી ગયો હતો. હવે એવામાં મુસ્લિમ પક્ષ સાથે વાતચીત કરવાનો ફાયદો નથી. તેમણે કહ્યુ હતુ કે, ૧૯૮૪થી રામ જન્મભુમિ આંદોલનના પ્રારંભથી જ વિહિપ અને સાધુ-સંત સંસદમાં કાયદો ઘડીને રામ મંદિરની નિર્માણની માંગણી કરતા આવ્યા છે.હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર સંસદમાં તત્કાલ કાયદો બનાવીને રામ જન્મભુમિ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. તોગડિયાએ અડવાણીની તરફેણ કરતા કહ્યુ હતુ કે, રામ મંદિર આંદોલનને લઇને તેઓએ કોઇ ગુન્હો નથી કર્યો. સીબીઆઇએ અડવાણી સહિતના લોકો ઉપરથી કેસ પાછો ખેંચી લેવો જોઇએ.વિહિપની ૩ દિવસની આ બેઠકમાં ગૌહત્યા માટે રાષ્ટ્રીય કાનૂન બનાવવા અને ગૌ હત્યારાઓને આજીવન કારાવાસની સજા આપવા માટે કાયદો બનાવવા કેન્દ્ર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. સાથોસાથ ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો પ્રસ્તાવ પસાર કરી કેન્દ્રને મોકલાયો છે. બેઠકમાં પ્રસ્તાવ પાસ કરાયો કે, છુત-અછુત દુર થવા જોઇએ અને ગામડાઓમાં સ્મશાનભુમિ, તળાવ, કુવા, બધા જ્ઞાતિના વર્ગ માટે સમાનરૂપે ઉપલબ્ધ થવા જોઇએ.

Related posts

ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન થયું તો કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગશે : એચડી દેવગૌડા

aapnugujarat

આસામ ચૂંટણીમાં છ બેઠકો પર સિક્કો ઉછાળીને વિજેતા નક્કી કરવામાં આવ્યા…!!

aapnugujarat

BSP Ex-MLA Ghura Ram Joins SP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1