Aapnu Gujarat
બિઝનેસ

‘એન્ડ્રોઈડ’માં ભૂલ શોધનારને ગૂગલ આપશે રૂ. ૧.૨૮ કરોડનું ઈનામ

હાલમાં જ એન્ડ્રોઈડ ગૂગલ પ્લે સ્ટોરમાં જૂડી માલવેયર મળી આવ્યું છે, જેને લગભગ ૩૬ મિલિયન યૂઝર્સને નિશાન બનાવ્યા હતા. આ પહેલા પણ ઘણીવાર હેકર્સે એન્ડ્રોઈડમાં બગ શોધીને યૂઝર્સ સુધી માલવેયર પહોંચાડીને નુકશાન કર્યુ છે.સાઈબર સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ડઝનબંધ એપ્સને ૫ મિલિયનથી ૧૮ મિલિયન વખત ડાઉનલોર્ડ કરવામાં આવી છે.
રિપોર્ટસ અનુસાર ગૂગલ, એન્ડ્રોઈડની પેરેન્ટ કંપની છે. આને બગ બાઉન્ટીની રકમ વધારી દીધી છે. એટલે કે, એન્ડ્રોઈડમાં બગ શોધવા પર હવે પહેલા કરતાં વધારે ઈનામ આપવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યું છે કે,એન્ડ્રોઈડમાં બગ બાઉન્ટીનું રિવોર્ડ હવે ૨ લાખ ડોલર (લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા) કરી દીધો છે.
ઉલ્લેખનિય છે કે, ગૂગલે લગભગ બે વર્ષ પહેલા એન્ડ્રોઈડ બગ બાઉન્ટીના પ્રોગ્રામની શરૂઆત કરી હતી. જે સિક્યોરિટી રિસચર્સ એન્ડ્રોઈડમાં બગ એટલે ભૂલ શોધે છે તેમને કેશ પ્રાઈઝ આપવામાં આવે છે. ઈનામની રકમ બગની ગંભીરતાના આધારે નક્કી કરવામાં આવે છે.
જોકે હજુ સુધી એન્ડ્રોઈડના મુખ્ય કોમ્પોનેટ્‌સમાં બગ મળ્યા નથી.ગૂગલ જ નહી પરંતુ ફેસબુક અને માઈક્રોસોફ્ટ જેવી દુનિયાની સૌથી મોટી કંપનીઓ બગ બાઉન્ટી પ્રોગ્રામ ચલાવે છે. ફેસબુક પર બગ શોધવામાં ભારતીય હેકર્સ સૌથી આગળ છે અને ઘણા હૈકર્સને ૫૦ લાખ રૂપિયાથી વધારે ઈનામ મળ્યા છે.બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ કોઈ પણ ડેવલપર, હેકર્સ અથવા કોઈ સામાન્ય માણસ ફેસબુક અથવા કોઈ બીજી કંપનીએ લૂપ હોલ એટલે બગને શોધીને રિપોર્ટ કરવાનું હોય છે.
રિપોર્ટ કર્યા બાદ કંપની આને રિવ્યું કરે છે અને શોધેલા બગમાં કંપનીને ખતરો જોવા મળે તો તેના બદલામાં બગને શોધનારને ઈનામ આપવામાં આવે છે.ઈનામની રકમ બગની ગંભીરતાના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો ફેસબુકમાં પાસવર્ડ રિસેટ કરનાર કોઈ બગ શોધવામાં આવે તો ફેસબુક માટે તે ગંભીર થઈ શકે છે, એવામાં આ માટે વધારે રકમ આપવામાં આવી શકે છે.

Related posts

પંજાબ નેશનલ બેંકે મેસ્ટ્રો ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

aapnugujarat

કન્હૈયાલાલની હત્યા પછી પ્રવાસન ઉદ્યોગને ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1