Aapnu Gujarat
ગુજરાત

એનડીએ સુશાસનના યશસ્વી ત્રણ વર્ષની લોકોને જાણકારી આપવા વડોદરા શહેરમાં યોજાશે મેકીંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા (M.O.D.I.) ફેસ્ટ : આજે પ્રચાર રથને પ્રસ્થાન કરાવાશે

  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના સુશાસનના યશસ્વી ત્રણ વર્ષની ઉલ્લેખનીય સિધ્ધિઓથી લોકોને માહિતગાર કરવા એનએફડીસીના માધ્યમથી દેશના વિવિધ શહેરોમાં મેકીંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા   ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેના કાર્યક્રમોના આયોજન માટે વડોદરા શહેરની પસંદગી પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમના આયોજનથી લોકોને વાકેફ કરવા એલઇડી સુસજ્જ પ્રચાર રથના શહેરમાં પરિભ્રમણનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ M.O.D.I. ફેસ્ટના કર્ટન રેઇઝર જેવા પ્રચાર રથને મંગળવાર તા.૬/૦૬/૨૦૧૭ના રોજ સવારના ૧૦.૦૦ વાગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને મેયરશ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકા પદાધિકારીઓ, નગરસેવકો, મહાનુભાવો અને જન સમુદાયની ઉપસ્થિતમાં પ્રસ્થાન કરાવશે. આપ્રચાર રથ તા.૬ થી ૮ જુન, ૨૦૧૭ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે, લોકોને M.O.D.I. ફેસ્ટ અંતર્ગત શહેરમાં કરવામાં આવેલા આયોજનની વિગતવાર જાણકારી આપશે, લોકોને તેમાં જોડાવા માટે આમંત્રિત કરવાની સાથે, ભાગ લેવા માંગતા લોકોની નામ નોંધણી કરશે.

Related posts

જુનાગઢમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો

aapnugujarat

ગુજરાત બજેટ : વિદેશી દારુ પર આબકારી જકાતમાં જંગી વધારો થયો

aapnugujarat

સાણંદમાં સામાજિક સમરસતા શહેરનાં તેજસ્વી છાત્રોનું સન્માન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1