Aapnu Gujarat
રમતગમત

શૂટિંગ વિશ્વકપ : અપૂર્વી ચંદેલાએ જીત્યો વર્ષનો બીજો ગોલ્ડ

ભારતની સ્ટાર મહિલા શૂટર અપૂર્વી ચંદેલાએ અહીં ચાલી રહેલી આઈએસેસએફ વિશ્વકપમાં રવિવારે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘ (એનઆરએઆઈ)એ પોતાના સત્તાવાર ટ્‌વીટ હેન્ડલ પર તેની જાણકારી આપી છે. વર્લ્ડ નંબર-૧ અપૂર્વીએ ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અપૂર્વીએ આ વર્ષે આ બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.
પાછલા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અપૂર્વીએ ફાઇનલમાં ૨૫૧.૦ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. ચીનની વાંગ લુયાઓએ ૨૫૦.૮ના સ્કોરની સાથે સિલ્વર અને તેની હમવતન જૂ હોંગે ૨૨૯.૪ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
જયપૂરની અપૂર્વી અને વાંગ વચ્ચે મુકાબલો ખુબ રોમાંચક રહ્યો જેમાં તે ભારતીય માત્ર ૦.૧ પોઈન્ટથી આગળ હતી. અપૂર્વીએ અંતમાં ૧૦.૪ પોઈન્ટથી ગોલ્ડ હાસિલ કર્યો જ્યારે વાંગ ૧૦.૩ પોઈન્ટ બનાવી શકી હતી. આ અપૂર્વીનો વર્ષમાં આઈએસએસએફ વિશ્વકપ ગોલ્ડ મેડલ છે, તેણે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિશ્વ રેકોર્ડની સાથે પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. બેઇજિંગમાં બીજા વિશ્વકપમાં તે ચોથા સ્થાન પર રહી હતી. આ તેના કરિયરનો ચોથો આઈએસએસએફ મેડલ છે. એક અન્ય ભારતીય ઇલાવેનિલ વલારિવાન પણ ફાઇનલ સુધી પહોંચી પરંતુ દુર્ભાગ્યશાળી રહી અને મેડલ ચુકીને ચોથા સ્થાન પર રહી હતી. તે બ્રોન્ઝ મેડલ ધારકથી માત્ર ૦.૧ પોઈન્ટ પાછળ રહી ગઈ હતી. ક્વોલિફાઇંગમાં અપૂર્વીએ ૬૩૩ અને ઇલાવેનિલે ૬૩૨.૭ પોઈન્ટથી ટોપ બે સ્થાનથી ક્વોલિફાઇ કર્યું. અંજુમ મોગદિલ ૧૧માં સ્થાને રહી હતી. મનુ ભાકર ૨૮૯ પોઈન્ટ સાથે ૨૪માં જ્યારે ચિંકી યાદવ ૨૭૬થી ૯૫મી સ્થાન પર રહી હતી.આ દિવસે બે ટોક્ટો ૨૦૨૦ ઓલિમ્પિક કોટા ઉપલબ્ધ હતા જે રોમાનિયાની લૌરા જાર્જેટા કોમાન અને હંગરીની ઇસ્ટર મેસજોરાસના નામે રહ્યાં જેણે મહિલા ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં પાંચમું અને છઠ્ઠું સ્થાન હાસિલ કર્યું હતું. ભારતની પાસે પહેલા જ ૫ કોટા સ્થાન છે. અપૂર્વી, અંજુમ, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા અને દિવ્યાંશ સિંહ પંવારે કોટા હાસિલ કર્યો છે. સોમવારે ૬ ફાઇનલ રમાશે જેમાં ૬ ટોક્યો ટિકિટ દાવ પર હશે.

Related posts

रोहित बने ला लीगा फुटबाॅल लीग के ब्रांड एम्बेसेडर

aapnugujarat

વનડે રેંકિંગ : કોહલી અને બુમરાહ નંબર એક ઉપર

aapnugujarat

धवन विश्व कप से बाहर हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1