Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિમાનની ઓળખ કરવામાં રડાર સામે વાદળો બાધારુપ બને છે : એરફોર્સ અધિકારી રઘુનાથ નાંબિયાર

લોકસભા ચૂંટણી દરમિયાન વાદળો અને રડાર વાળા નિવેદન પર વિપક્ષ દ્વારા ટીકા પામ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાં જ એક ઇન્ડિયન એરફોર્સના ઉચ્ચ અધિકારા દ્વારા સમર્થન મળ્યું છે. વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ચીફ રઘુનાથ નાંબિયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે, ઘનિષ્ઠ વાદળોમાં રડારથી વિમાનો ઓળખવવામાં મુશ્કેલીઓ આવે છે.
નાંબિયારે જણાવ્યું કે, આ વાત સાચી છે કે, રડાર દ્વારા વિમાનોની ઓળખ કરવામાં ઘનિષ્ઠ વાદળો સમસ્યા ઉભી કરે છે. આ પહેલા સેના પ્રમુખ બિપિન રાવતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રડાર વાળા નિવેદનનો બચાવ કર્યો હતો.
સેના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, અલગ-અલગ વિભાગોમાં કામ કરતા અલગ પ્રકારના રડાર હોય છે જેમાં કેટલાક રડાર વાદળો પાર જોવાની ક્ષમતા હોય છે અને કેટલાકમાં નથી હોતી.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ચૂંટણી દરમિયાન એક ઇન્ટરવ્યુંમાં પૂછાયેલા સવાલનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે બાલાકોટ એર સ્ટ્રાઇક સમયે રાત્રે મૌસમ ખરાબ થયુ અને મનમાં થયું કે હવે શું કરીશું. એક્સપર્ટનો વિચાર હતો કે તારીખ બદલી લેવી જાઇએ. મને ગુપ્તતાનો વિચાર આવ્યો અને વિચાર્યું કે આટલા વાદળોનો એક ફાયદો તો થશે કે તેના લીધે રડારથી બચી શકાશે. પછી એજ મૌસમમાં જવાનો નિર્ણય લીધો.તેમના આ નિવેદન પછી ભારતની લોકસભા ચૂંટણી મોહાલમાં ખૂબ જ ગરમાવો પકડાયો હતો, વિપક્ષ દ્વારા પીએમ મોદી પર કટાક્ષ અને પ્રહારોનો મારો થયો હતો.

Related posts

અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી

aapnugujarat

એટીએમનો યૂઝ થઇ શકે છે મોંઘો, ચાર્જ વધારા સાથે ફ્રી લિમિટ થઇ શકે છે સમાપ્ત

aapnugujarat

સુબ્રમણ્યમ સ્વામીના ચોંકવાનારું નિવેદન, કહ્યું- ભાજપની બેઠક ઘટશે તો મોદી વડાપ્રધાન નહીં બની શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1