Aapnu Gujarat
મનોરંજન

રોબર્ટ પેટીન્સનને નવા ‘બેટમેન’ તરીકે પસંદ કરાયો

હોલિવૂડના મોખરાના અભિનેતા રોબર્ટ પેટીન્સનને નવા બેટમેન તરીકે પસંદ કરાયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. મેટ રીવ્ઝ નિર્દેશિત આ બેટમેન ફિલ્મ ૨૦૨૧માં રજૂ કરવાની એના સર્જકોની યોજના હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
જો કે રોબર્ટ પેટીન્સને હજુ ઔપચારિક કરાર પર સહી સિક્કા કર્યા નથી એમ વેરાયટી એક અહેવાલમાં જણાવાયું હતું. આ ફિલ્મનું વિતરણ વોર્નર બ્રધર્સ કરશે એવું પણ આ અહેવાલમાં જણાવાયું હતું.
મેટ રીવ્ઝ અને પ્લાનેટ ઑફ ધી એપ્સના સર્જક મેટના સાથીદાર ડાયલન ક્લાર્ક આ ફિલ્મના સહિયારા નિર્માતા હશે. હાલ ચાલી રહેલી વાટાઘાટો સફળ થશે તો રોબર્ટ પેટીન્સન સાવ યુવાન વયનો બેટમેન બનશે.

Related posts

રણબીર અને અજય દેવગન ફરી એકવખત સાથે ચમકશે

aapnugujarat

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

aapnugujarat

મલાઈકા અને અર્જૂન કપૂર લગ્ન કરવાના છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1