Aapnu Gujarat
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં બે નકસલી ઠાર મરાયાં

છત્તીસગઢના દાંતેવાડામાં ડીઆરજી અને એસટીએફની સંયુક્ત ટીમે મોટુ ઓપરેસન પાર પાડ્યું છે. આ ઓપરેશનમાં બે નક્સલી ઠાર થઇ ગયા છે, તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઠાર થયેલા નક્સલવાદીઓ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સક્રિય થયેલા હતા. આ નક્સલવાદ વિરોધી ઓપરેશનની ખાસ બાબત એ રહી હતી કે આ ઓપરેશનમાં મહિલા કમાન્ડો પણ સામેલ થઇ હતી. મહિલા કમાન્ડો ટીમે જોરદાર સાહસનો પરિચય આપ્યો હતો. આ મહિલા કમાન્ડો ટીમને દંતેશ્વરી યુદ્ધ ટીમ નામ આપવામાં આવ્યું છે જે રાજ્યની પ્રથમ મહિલા ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાપ્ડની ટીમ છે. દાંતેવાડાના અપનપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નક્સલવાદીઓ અને ડીઆરજી તેમજ એસટીએફની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં બે નક્સલવાદીઓ ઠાર થયા હતાં. ઘટનાસ્થળ પરથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યાં હતાં. દાંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું છે કે આ અથડામણમાં ડિસ્ટ્રીક્ટડ રિઝર્વ ગાર્ડ ફીમેલ કમાન્ડો પણ સામેલ થયા હતા. આ ટીમમાં નક્સલ કાડર અથવા તો શરણાગતિ સ્વીકાર કરનાર નક્સલવાદીઓની પત્નિને સામેલ કરવામાં આવે છે. આ ટીમમાં ૩૦ મહિલાઓ છે જે આ પ્રકારથી ઓપરેશન ચલાવે છે. તેમને ખાસ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. દરેક પ્રકારની ખતરનાક ટ્ર્‌નિંગ તેમને આપવામાં આવી રહી છે. દંતેશ્વરી દેવી દાંતેવાડાની દેવી છે. અહીં દેવીનુ ભવ્ય મંદિર છે. તેમના નામ પર મહિલા કમાન્ડો ટીમની રચના કરવામાં આવી છે. નક્સલવાદીઓ સામે હવે અસરગ્રસ્ત વિસ્તારમાં ઓપરેશન શરૂ કરાયુ છે.

Related posts

વડાપ્રધાને ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના ડીએમ સાથે સંવાદ કર્યો

editor

अखिलेश को मनाने के लिए कांग्रेस ने बढ़ाया हाथ

aapnugujarat

कोमी हिंसा के बीच बंगाल में राष्ट्रपति शासन की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1