Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કરોડો ગ્રાહકોને ઝટકો, એટીએમના ઉપયોગ પર લાગશે વધુ ચાર્જ

કોન્ફિડ્રેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી એ ગયા વર્ષે ચેતાવણી આપી હતી કે વર્ષ ૨૦૧૯માં ભારતના અડધાથી વધુ એટીએમ બંધ થઈ જશે. સીએટીએમઆઈની ચેતાવણી પ્રમાણે દેશમાં લગભગ બે લાખ ૩૮ હજાર એટીએમ છે, જેમાંથી લગભગ એક લાખ ૧૩ હજાર એટીએમ માર્ચ ૨૦૧૯ સુધી બંધ થવાના હતા.આવું એટલા માટે કે એટીએમની મેન્ટેનન્સ કોસ્ટ વધુ છે, જે ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શનથી મળતી નથી. માટે હવે ગ્રાહકોને મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણ કે ચાર્જ ગ્રાહકો પાસેથી વસુલી શકાય છે. આવો જાણીએ એટીએમનો ઉપયોગ કરવા પર તમારે કેટલા વધુ રૂપિયા ચુકવવા પડશે.ઉલ્લેખનિય છે કે એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં એટીએમ બંધ નહીં થાય પરંતુ એટીએમ ઉપયોગ કરવાનો ચાર્જ વધી જશે. એટલે કે ગ્રાહકોને એટીએમનો ઉપયોગ કરવા માટે અગાઉ કરતા વધુ ચાર્જ ચુકવવો પડશે. રિપોર્ટ પ્રમાણે જો એટીએમનો ચાર્જ વધે તો તમને ૧૦થી ૧૫ ટકા વધુ રૂપિયા ચુકવવા પડી શકે છે.આ સંદર્ભમાં એશિયા પૈસેફિક યુરોનેટ સર્વિસ ભારતના એમડી હિમાંશુ પુજારાએ કહ્યું કે, પહેલા એટીએમની વધતી કિંમત કોઈ બેન્ક ઉપાડવા રાજી ન હતુ. પરંતુ હવે તેના પર તેમણે વિચાર કરવાનું શરૂ કરી દીધુ છે. એનપીસીઆઈએ મિનિસ્ટ્રીને એટીએમના ભાવ ઘટાડવાની વાત કરી છે અને સૂચન પણ માંગ્યા છે.

Related posts

राहुल से प्रेरित होकर गोवा कांग्रेस प्रमुख ने दिया इस्तीफा

aapnugujarat

RSS building a new Dalit narrative to keep them away from Muslims

aapnugujarat

अजब शरद का गजब पावर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1