Aapnu Gujarat
ગુજરાત

ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહની હત્યા સમાનઃ અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે આજે શુક્રવારે મોરવા હડફના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે મીડિયાને સાથે વાત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી ન હોવા છતાં પણ ખોટી રીતે એસટીનું પ્રમાણપત્રમ મેળવીને ચૂંટણી લડ્યા હતા.ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવયું હતું કે, પહેલા દિવસથી જ એમના જાતિ પ્રમાણપત્રને લઇને ખોટા કેસ કરાવ્યા છે. જ્યારે હાઇકોર્ટમાં ડબલ બેચમાં કેસ પેન્ડિંગ હોવા છતાં આ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે એ દુર્ભાગ્ય પૂર્ણ છે. આજે ગુજરાતમાં લોકશાહીની હત્યા સમાન નિર્ણય થઇ રહ્યા છે. બધારણ અને ન્યાયતંત્રની જોગવાઇઓ અને જે વ્યક્તિની બંધારણની જોગવાઇઓ છે તેનું ખુલ્લેઆમ હનન આ સરકારમાં થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંવિધાનિક પદો છે મહામહિમ રાજ્યપાલ હોય કે વિધાનસભાના અધ્યક્ષ હોય આ પદો ઉપર ક્યાંકને ક્યાંક રાજકીય દબણ લાવીને નિર્ણયો કરવા પ્રયત્નો થયા છે. અમે ભૂપેન્દ્ર ખાંટ સાથે છીએ. કોંગ્રેસ આ અંગે કોર્ટમાં લડશે.જોકે, આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર ખાંટ જે બેઠકના ઉમેદવાર હતા એ બેઠક એસટી માટે અનામત હતી તેઓ આદિવાસી ન હોવા છતાં ખોટી રીતે એસટી નું પ્રમાણપત્ર મેળવી ને ચૂંટણી લડ્યા હતા રાજ્યપાલે તેમને ખોટું પ્રમાણપત્ર રજૂ કરવા બદલ સભ્યપદ કરવા નો આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા સિટ ઉપર ચાલે એમ નથી. જેના પગલે રાજ્યપાલે ભૂપેન્દ્ર ખાંટના જાતિના પ્રમાણપત્ર યોગ્ય ન હોવાથી તેમને વિધાનસભાની સીટ માટે ગેરલાયક ઠેરવવા માટે મારી પાસે મોકલ્યું હતું અને આ સીટ ખાલી કરવાનો ઓર્ડર રાજ્યપાલે મને મોકલ્યો હતો. જેના પગલે અમે આજે રાજ્યપાલના ઓર્ડરને લઇને આ જાહેરાત કરી છે.
અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર ખાંટ જે શિડ્યૂલ ટ્રાઇબ સીટ માટે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું એ અંગે કોર્ટમાં પણ પીટીશન કરવામાં આવી હતી. અને જે પ્રમાણપત્ર રજું કર્યું હતું તે યોગ્ય ઠર્યું નથી જેના પગલે તેમનું ધારાસભ્ય પણ રદ કરવામાં આવ્યું છે. રાજ્યપાલના આદેશના પગલે અમે આ ધારાસભ્યનીસીટ ખાલી કરવાની જાહેરાત કરીએ છીએ.

Related posts

સજીવ ખેતીના ક્ષેત્રમાં વડોદરા જિલ્‍લાના ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને અન્‍ય ખેડૂતોને માર્ગદર્શક બન્‍યા

aapnugujarat

અમદાવાદનાં મોબાઈલ માર્કેટ મૂર્તિમંત સેન્ટરમાં આગ લાગી

aapnugujarat

ગાંધીનગર ખાતે દીપડો દેખા દીધા બાદ સફળ ઓપરેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1