Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદાર ચોર હૈના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગી

સુપ્રીમ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હૈ નિવેદન પર આખરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ માફી માંગી લીધી છે. આજની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવેદન બદલ દુખ વ્યક્ત કરવાના વલણને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, માત્ર દુખ વ્યક્ત કરવા માટે ૨૨ પાનાની એફિડેવિટ ક્યારેય કરી શકાય નહીં અને આટલી લાંબી એફિડેવિટ માત્ર ખેદ વ્યક્ત કરવા માટે કરવામાં આવી શકે નહીં. ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાના અસીલ તરફથી માફી માંગી લીધી હતી.
ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇને રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમના ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. આખરે રાહુલ ગાંધીએ આ નિવેદન ઉપર માફી માંગી લીધી છે. રાહુલના આ નવેદન બાદ ભાજપના વરિષ્ઠ નેતા મિનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં તિરસ્કર અરજી દાખલ કરી હતી. મામલાની સુુનાવણી કરી રહેલા સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને જોરદાર ફટકાર લગાવી હતી અને તેમના વકીલને કહ્યું હતું કે, બ્રેકેટમાં દુખ વ્યક્ત કરવાનો મતલબ શું છે. અત્રે નોંધનીય છે કે, રાહુલે પોતાની બીજી એફિડેવિટમાં ખેદ શબ્દનો બ્રેકેટમાં ઉપયોગ કર્યો હતો જેને લઇને સુપ્રીમ કોર્ટે આજે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, રાહુલ ગાંધી નિવેદન આપે છે અને હવે તેનો બચાવ પણ કરી રહ્યા છે. કોર્ટે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીને વેધક પ્રશ્નો કર્યા હતા અને અભિષેક મનુ સિંઘવીને પ્રશ્ન કર્યો હતો કે, આપે જે કહ્યું હતું તે કોર્ટે કહ્યું હતું? સિંઘવીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતાની ભુલ સ્વીકારે છે અને આના માટે માફી માંગે છે. પ્રથમ વખત રાહુલ ગાંધીના વકીલે માફી શબ્દનો પ્રયોગ કર્યો છે. સિંઘવીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હૈ જેવું નિવેદન આપવાની બાબત ખોટી હતી. મોડેથી સિંઘવીએ કહ્યું હતું કે, તેઓ આગામી સોમવારથી પહેલા આ સંદર્ભમાં એક વધારાની એફિડેવિટ દાખલ કરશે જેમાં માફી શબ્દનો પ્રયોગ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ વધારાની એફિડેવિટ દાખલ કરવા માટે કોર્ટ પાસેથી સમયની માંગ કરી છે. રાહુલ ગાંધી પાસે અંતિમ તક રહેલી છે. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, એફિડેવિટમાં જે કહેવામાં આવ્યું છે તે માફી સમાન છે. કોર્ટે રાહુલ ગાંધીને પ્રથમ એફિડેવિટ ફાઇલ કરવા માટે કહ્યું હતું. એફિડેવિટ સ્વીકાર કરવામાં આવશે કે કેમ તે બાબત મોડેથી નક્કી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન ભાજપના સાંસદ મિનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતાગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જાણી જોઇને સુપ્રીમ કોર્ટના હવાલાથી આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલમાં તેઓએ માત્ર ખેદ વ્યક્ત કર્યો છે જ્યારે તિરસ્કારના મામલાઓમાં કાયદા શરત વગર માફી સાથે શરૂ થાય છે. આવી સ્થિતિમાં રાહુલની મુશ્કેલી પણ હજુ વધી શકે છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીને લઇને આકરા પ્રહાર કર્યા હતા અને એમ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પણ હવે સ્વીકારી ચુકી છે કે ચોકીદાર ચોર હૈ. આને લઇને હોબાળો થઇ ગયો હતો. રાહુલ ગાંધી સામે ભાજપના નેતા મિનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

Related posts

आंदोलन को हमारा समर्थन, हिंसा को नहीं : मायावती

aapnugujarat

શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન

aapnugujarat

प. बंगाल: अदालत ने शशि थरूर के खिलाफ जारी किया गिरफ्तारी वारंट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1