Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સેક્સ વર્કર સાથે સંબંધ બાંધતા સમયે કોન્ડોમ કાઢી નાખ્યો, યુવકને થઈ ૧૨ વર્ષની જેલ

બ્રિટનમાં સેક્સ વર્કર સાથે સંબંધ બાંધતા સમયે કોન્ડોમ કાઢી નાખવાના આરોપીમાં એક વ્યક્તિ દોષી જાહેર કરાયો છે. આ વ્યક્તિને કોર્ટે ૧૨ વર્ષની જેલની સજા ફટકારી છે. ૩૫ વર્ષના યુવક લી હોગબેને સેક્સ વર્કર યુવતીની સતત આપત્તિને અવગણીને સંબંધ બાંધ્યા. આમ કરીને લીએ પીડિતાની સહમતિની શરતનું ઉલ્લંઘન કર્યું. જે બાદ ૨૦ વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે બીજા દિવસે યુવકની રેપના આરોપમાં ધરપકડ કરાઈ હતી. કોર્ટમાં જણાવ્યા મુજબ મહિલા એડલ્ટ વર્ક નામની વેબસાઈટ પર પોતાની સેવા માટે જાહેરાત આપી હતી. તેને ઓનલાઈન સાઈટ પર સ્પષ્ટ શરત રાખી હતી કે ક્લાયન્ટને પ્રોટેક્શનનો ઉપયોગ કરવો પડશે.
જે બાદ લીએ તેનો સંપર્ક કર્યો હતો અને બંનેનું ૧૯ જાન્યુઆરીએ હોટલમાં મળવાનું નક્કી થયું હતું. પીડિતાના વકીલ કહ્યું કે, જ્યારે પીડિતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો યુવક તેને ધમકાવવા લાગ્યો. યુવક સહમતિથી આગળ વધી ગયો અને તેને અધવચ્ચે જ પ્રોટેક્શન હટાવી દીધું.
યુવતીએ સતત તેનો વિરોધ કર્યો. તેણે કહ્યું, હું આવું ન કરી શકું. પ્લીઝ નહીં. તેણે યુવકથી દૂર જવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ યુવકે તેને ચૂપ કરાવી દીધી. બે કલાક સુધી યુવતી સાથે રહ્યા બાદ લીએ તેને કોઈ પૈસા ન ચૂકવ્યા. લી પર આ પહેલા પણ યૌન ઉત્પીડનના ઘણા આરોપો લાગી ચૂક્યા છે.

Related posts

બ્રિટનની સંસદમાં સાયબર હુમલો, ઈ-મેલ ઠપ થઈ ગયા

aapnugujarat

बलूचिस्तान में सुरक्षाबलों पर आतंकी हमला, 15 की मौत

editor

જાપાન તરફ આવતા નોર્થ કોરિયાના મિસાઈલને તોડી પાડોઃ ટ્રમ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1