Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે આઇપીએસ અધિકારીએ પ્રમોશન માટે સ્પેશિયલાઈઝેશન કરવું પડશે

આઈપીએસ અધિકારીઓએ હવે પ્રમોશન મેળવવા માટે કોઈને કોઈ સ્પેશિયલ સબ્જેક્ટમાં સ્પેશિયલાઈઝેશન કરવું પડશે. આ વ્યવસ્થા ટૂંક સમયમાં અમલી બનશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ પ્રકારના કોર્સનું મોડ્યૂલ તૈયાર કરી રહ્યું છે. તેમાથી અધિકારી સ્પેશિયલાઈઝેશન માટે પોતાના વિષયની પસંદગી કરી શકશે. આ વિષયોમાં આતંકવાદ, સાયબર સુરક્ષા, ઈન્ટેલિજન્સ અથવા કાઉન્ટર ઈમર્જન્સી જેવા વિષયોનો સમાવેશ કરાશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગેની એક દરખાસ્ત બીજી કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવી હતી અને મંત્રાલય હવે આ દરખાસ્તનો અમલ કરનાર છે.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડીજીનું પ્રમોશન મેળવતાં પહેલાં અધિકારીએ ડીઆઈજી, ત્યાર બાદ આઈજી અને ત્યાર બાદ એડીજીપી સુધીના તાલિમ કોર્સ કરવાની જરૂર પડશે. આ કોર્સ એક વિષય પર પણ હોઈ શકે છે અથવા ત્રણ અલગ અલગ વિષય પર હશે.અધિકારીએ જણાવ્યું હતું કે ડીજીપી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અધિકારીઓ માટે સ્પેશિયલાઈઝેશન પ્રોગ્રામ હોવો જોઈએ કે જેથી સુરક્ષા દળોમાં પ્રોફેશનલ યોગ્યતા વધારી શકાય. હાલ આઈપીએસ અધિકારીના એપ્રાઈઝલ રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે તેમના હિતમાં કયો એરિયા ઓફ વર્કિંગ છે. તેમાંથી ત્રણ વિષયો પર અધિકારીએ હવે ફોકસ કરવું પડશે. આ કોર્સ નેશનલ પોલીસ એકેડેમી અથવા બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ શરૂ કરી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલ મોડ્યૂલ તૈયાર કરી આપવામાં આવ્યું છે. અધિકારી ભ્રષ્ટાચાર વિરોધી, સીઆઈડી કે કાઉન્ટર ઈન્ટેલિજન્સ જેવા વિષયો પસંદ કરી શકશે.

Related posts

૧૫ લાખ રૂપિયાનું વચન આપ્યું જ નથી : રાજનાથ

aapnugujarat

पुरे देश में लागु होगा NRC : अमित शाह

aapnugujarat

ED attachs 7.49 lac worth of bank deposits of VVIP choppers deal scam accused Gautam Khaitan’s wife

aapnugujarat

Leave a Comment

UA-96247877-1