Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો : દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મુખ્ય મુદ્દો રહેશે

આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે આજે દિલ્હીમાં પોતાનો ઘોષણાપત્ર જારી કરી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પોતે ઘોષણાપત્ર જારી કરીને ખાતરી આપી હતી કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કામ કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા, પ્રદૂષણ, સિલિંગ, પરિવહન જેવી સંબંધિત સેવાઓને મહત્વ આપવામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સિવાય તમામ પક્ષોને ટેકો આપવા માટે તૈયાર છે. ચૂંટણી બાદ કોઇને પણ સરકાર બનાવવા માટે મદદ કરવા માટે તેમની ટીમ તૈયાર છે પરંતુ બદલામાં ઇચ્છે છે કે, સરકાર બની ગયા બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, આ ચૂંટણી કોઇને વડાપ્રધાન બનાવવા માટે નહીં બલ્કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે છે. કેજરીવાલે ઉમેર્યું હતું કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયા બાદ સરકાર દિલ્હી પોલીસમાં ફેરફાર કરી શકશે. ખાલી જગ્યાઓને ભરી શકાશે. સારાથી ઇમાનદારીથી કામ કરનાર લોકો ફરજ બજાવી શકશે. કેજરીવાલે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં અનેક મહત્વપૂર્ણ વચન આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્ર ઉપર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપના ઘોષણાપત્રમાં કોઇ ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્રણ ધર્મને બાદ કરતા તમામને દેશમાંથી બહાર કરવામાં આવશે. કેજરીવાલે અમિત શાહના એક ટિ્‌વટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં મોદી સરકાર બન્યા બાદ ભાજપ મુસ્લિમો, જૈન, ખ્રિસ્તી, પારસી સહિત અન્ય તમામને ઘુસણખોરો તરીકે ગણાવીને બહાર કરી દેશે. કેજરીવાલે દાવા સાથે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં કોઇને પણ પૂર્ણ બહુમતિ મળશે નહીં આવી સ્થિતિમાં અમે મોદી અને શાહને બાદ કરતા કોઇની પણ સરકારને ટેકો આપીશું. મોદી અને શાહની જોડીને રોકવા માટે પણ તેમની પ્રાથમિકતા છે. ભારતના બંધારણ ઉપર વિશ્વાસ કરનાર અને એકતાનું સમર્થન કરનાર લોકો ગઠબંધનને ટેકો આપશે. કેજરીવાલે કહ્યું હતું કે, સમર્થન કરતીવેળા એવી આસા રાખવામાં આવશે કે દિલ્હીની ૭૦ વર્ષ જુની પૂર્ણ રાજ્યની માંગને પૂર્ણ કરવામાં આવે.

Related posts

નવા વર્ષે પીએમ મોદી કેરળથી શરૂ કરશે લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન

aapnugujarat

BJP has not inducted any Dalit MP from K’taka in Union cabinet: Siddaramaiah

aapnugujarat

શેરબજારમાં ઉતાર-ચઢાવનાં સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1