Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૬મીએ સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી

ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. રાજ્યમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે તો બીજી તરફ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદમાં ગરમીનું તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આગામી ૧૪, ૧૫ એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, વડોદરામાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ગુજરાતના હોટ ગણાતા શહેરની વાત કરીએ તો ઇડરમાં ગરમીનો પારો ૪૩.૮ ડિગ્રી પહોંચ્યો છે. હવામાન વિભાગે લોકને ગરમીમાં કામ વગર બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આવી છે. બધાકામ કરતા શ્રમિકોને પણ ૧૨થી ૩ કામ ન કરવાનું પણ જણાવયું હતું.વધુ મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સતત ૧૦ દિવસથી પારો ૪૦ ડિગ્રીને પાર કર્યો છે. આજે શુક્રવારે પારો ૪૩ ડિગ્રી નોંધાયો છે.

Related posts

છેલ્લા એક વર્ષમાં દેશમાં ૫૧ હજાર વાર રેલવે સિગ્નલ બગડ્યાં

aapnugujarat

સબરીમાલામાં મોટી સંખ્યામાં મહિલાને પરત ફરવાની ફરજ

aapnugujarat

અંકુશરેખા પર પાકિસ્તાની ગોળીબારથી દહેશત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1