Aapnu Gujarat
શિક્ષણ

ઓછુ ભણેલા કરતા વધુ ભણેલા લોકોમાં બેકારીનો દર વધારે : અહેવાલ

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી નામની સંસ્થાએ પોતાના એક અભ્યાસમાં રસપ્રદ તારણ કાઢ્યુ છે કે ,ભારતમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકો પર ઓછુ ભણેલા લોકો કરતા બેકારીનો ખતરો વધારે છે.
સંસ્થાનુ કહેવુ છે કે બેકારીનો વધતો જતો આંકડો દર્શાવી રહ્યો છે કે ભારતમાં ગ્રેજ્યુએટ યુવાઓ માટે પુરતા પ્રમાણમાં નોકરીની તકો ઉપલબ્ધ નથી.ભારતમાં બેકારીના સંદર્ભમાં આ એક મોટી સમસ્યા છે.ભણેલા ગણેલા લોકોમાં બેકારોની સંખ્યા વધારે છે.૨૦૧૭માં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ થયેલા અને બેકાર હોય તેવા લોકોની સંખ્યા ૧૨.૧ ટકા હતી.જે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં વધીને ૧૩.૨ ટકા પર પહોંચી હતી.
અહેવાલમાં કહેવાયુ છે કે જો કોઈ વ્યક્તિ ભણ્યો નથી તો તેની સામે રોજગારીની સમસ્યા નથી હોતી.કારણકે તે કોઈ પણ પ્રકારનુ કામ કરવા માટે તૈયાર હોય છે અને તે પણ જે વેતન મળે તે લઈને.આવા લોકોમાં બેકારીનો દર ઘટ્યો છે.જેમ કે આ ગ્રુપમાં પહેલા બેકારી દર ૦.૯ ટકા અને હવે ૦.૮ ટકા છે.
જ્યારે પાંચમાં ધોરણ સુધી ભણેલા લોકોમાં બેરોજગારીનો દર ૧ ટકાથી વધીને ૧.૩ ટકા અને ૧૦ થી ૧૨ ધોરણ સુધી ભણેલા લોકોમાં બેરોજગારીનો દર ૧૨.૧ ટકાથી વધીને ૧૩.૨ ટકા થયો છે.

Related posts

CBSE શાળામાં ધો-૨ સુધી વિદ્યાર્થીઓને બેગમાંથી મુકિત

aapnugujarat

RTE હેઠળ ૧૭૮૭૩ને અમદાવાદમાં અપાયેલો પ્રવેશ

aapnugujarat

સમસ્ત નાગોરી લુહાર સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1