Aapnu Gujarat
ગુજરાત

કચ્છની સૂકી ધરતી બનશે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર

કચ્છ ખાસ કરીને તેની સૂકી અને પડતર જમીન માટે જાણીતું છે, તે હવે કેસર કેરી માટે એક મહત્વનું સ્થળ બની ગયું છે. હાલમાં જ ખેડૂતોએ દાવો કર્યો હતો કે, ભૂગર્ભ જળની મદદથી ડ્રિપ સિંચાઈ દ્વારા કચ્છ હવે ગુણવત્તા યુક્ત કેસર કેરીનો વિસ્તાર બની ગયો છે. ખેડૂતોનું કહેવુ છે કે, કેસર કેરીના ઉત્પાદનમાં ડ્રિપ ઈરિગેશનની મહત્વની ભૂમિકા છે.હાલમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ૨૦૧૭ ૧૮માં કચ્છમાં ૧૦,૦૩૩ હેક્ટરમાં થયેલ કેરીના ઉત્પાદનમાં ૭ ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ૧૪,૮૨૦ હેક્ટરમાં થયેલ કેરીના કુલ ઉત્પાદનમાં અંદાજે ૬ ટકાનો વધારો નોંધાયો છે.પી.એમ.વાઘસિયા (હૉર્ટિકલ્ચર, ગુજરાત સરકારના નિયામક)ના જણાવ્યા અનુસાર એરંડા જેવા પારંપારિક પાકથી પણ વધુ કચ્છના ખેડૂતો કેરીની ખેતી કરી રહ્યાં છે.
હૉર્ટિકલ્ચર વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર કચ્છમાં કેરનું ઉત્પાદન આશાજનક રહ્યું છે, રિપોર્ટમાં આપેલી જાણકારી મુજબ ૨૦૧૫ ૧૭માં કેરીના ઉત્પાદનમાં ૯૧,૨૦૬ ટનનો વિશાળ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૫ ૧૬માં ઘટાડા સાથે આ આંકડો ૮૫,૨૪૦ ટન નોંધાયો હતો.
અફસોસની વાત એ છે કે, વર્ષ ૨૦૧૭ ૧૮માં ઉત્પાદન ઘટીને ૭૨,૭૩૯ ટન રહ્યું હતું.કચ્છમાં કેરીની ખેતી કરતા એક ખેડૂત, જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ કચ્છ અન્ય ભાગોમાં પાણીનો અભાવ હોવા છતાં આ વર્ષે વધુ સારું ઉત્પાદન થવાની આશા છે. તેમણે એમ પણ કહ્યું કે નહેર નેટવર્કનું કામ પૂર્ણ થઈ ગયા બાદ આ સુવિધા કચ્છને કેસરની જમીન બનવાની શક્યતા વધારવામાં મદદ કરશે.આ ઉપરાંત, તે આ હકીકતમાં પણ વિશ્વાસ કરે છે કે કાચ્છ પ્રદેશનો મધ્ય ભાગ, જે કૃષિ રસાયણોના મર્યાદિત સુવિધા સાથે અત્યંત ફળદ્રુપ છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગુજરાતના મંડવી, મુન્દ્રા અને નખત્રાણાના કેટલાક જાણીતા તાલુકાઓ છે જ્યાં કેરીનું વાવેતર થાય છે.ગીર સોમનાથ જે કેસર કેરીના ઉત્પાદન માટે અવ્વલ હતું, ત્યાંના ખેડૂતોને હવે જલવાયુ પરિવર્તનનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે અહી ગત વર્ષની તુલનામાં કેરીના ઉત્પાદન પર લગભગ ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાવાની આશંકા છે. વાતાવરણાં ફેરફાર અને લાંબા સમય સુધી ઠંડી પડવાને કારણે કેરીના ઝાડ પર લાગેલા ફૂલ ખરાબ થઈ રહ્યાં છે. સીમિત સ્ટોક હોવાને કારણે કેરીના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.

Related posts

બિટકોઇન : જીગ્નેશ મોરડિયા સહિત ચારની કરાયેલ ધરપકડ

aapnugujarat

અમદાવાદ શહેરમાં વિજેતા ઉમેદવારોએ કરેલ ઉજવણી

aapnugujarat

સૂકો-ભીનો કચરો ઉઘરાવવાનું શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1