Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલા એર ઇન્ડિયાને મજબૂત કરાશે

એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલા મજબૂતી લાવવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. એર ઇન્ડિયાને ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલા નાણાંકીયરીતે મજબૂત કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. તેમનું કહવું છે કે, એર ઇન્ડિયાને ડિસઇન્વેસ્ટમેન્ટના નવા રાઉન્ડની શરૂઆત કરતા પહેલા નાણાંકીયરીતે મજબૂત કરવામાં આવશે. યોજના મુજબ જ એર ઇન્ડિયા તેની માર્કેટ હિસ્સેદારીને વધારવા કેટલાક નવા વિમાનો ઉમેરશે. સર્ચ કમ સિલેક્શન સમિટિ દ્વારા કંપની માટે બેસ્ટ મેનેજમેન્ટ ટેલેન્ટની શોધ કરવામાં આવી રહી છે. એરલાઈન દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં આગળ વધતા પહેલા કેટલાક પગલા લેવામાં આવશે. પ્રધાનના કહેવા મુજબ એરલાઈનને મજબૂત કરવા માટે કેટલાક વિકલ્પો રહેલા છે તેમાં ત્રણ નવા વિમાનો ઉમેરવામાં આવશે. આગામી બે મહિનાની અંદર ડ્રાયલીઝ ઉપર ત્રણ વિમાન ઉમેરવામાં આવનાર છે. ૨૦૧૮માં કંપની ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને કોઇ યોગ્ય સાથીઓની પસંદગી કરવામાં નિષ્ફળ રહી હતી.

Related posts

હોમ લોનના ઉંચા દરથી મધ્યમ વર્ગમાં હાહાકારઃ એફોર્ડેબલ હાઉસિંગની માગને ફટકો

aapnugujarat

शहजाद ने फिर बोला हमला खुद को कहा सफदर हाशमी

aapnugujarat

सोना 15 सप्ताह के उच्चतम स्तर पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1