Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જ્યાં સુધી આરોપમુક્ત નહીં થાઉં, ત્યાં સુધી સક્રિય રાજનીતિમાં નહીં આવું : રોબર્ટ વાડ્રા

મની લોન્ડરિંગ મામલે જાંચનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રોબર્ટ વાડ્રા દ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકોએ દેશને લુંટ્યું અને બરબાદ કરીને ભાગી ગયા તેમનું શુ કર્યું? રોબર્ટ વાડ્રાએ કહ્યું કે તેઓ ભારતમાં જ રહેશે. રાજનીતિમાં આવવાના સવાલ પર રોબર્ટ વાડ્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું જે જ્યાં સુધી તેમના પર લાગેલા બધા જ આરોપોમાંથી તેઓ મુક્ત નહીં થાય, ત્યાં સુધી તેઓ ભારત છોડીને ક્યાંય નહીં જાય અને સક્રિય રાજનીતિમાં પણ નહીં આવે.
આ પહેલા પણ રાજનીતિમાં આવવાના સવાલ પર રોબર્ટ વાડ્રા ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. રોબર્ટ વાડ્રાએ રાજનીતિમાં તેના આવવાની ના નથી પાડી, પરંતુ આવશે તેવું એલાન પણ નથી કર્યું. તેમને કહ્યું કે તેઓ આવનારા સમયમાં તેનો નિર્ણય કરશે. તેમને કહ્યું હતું કે રાજનીતિમાં આવવાની તેમને કોઈ જ જલ્દી નથી. સમય આવવા પર તેના અંગે નિર્ણય કરવામાં આવશે. તેમને કહ્યું કે ભવિષ્યમાં તેઓ આ દિશામાં કામ કરશે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની જામીન ૧૯ માર્ચ સુધી વધારી દેવામાં આવી છે.

Related posts

जीएसटीः २२ राज्यों के चेकपोस्ट को हटाया गया

aapnugujarat

આ વર્ષે મોનસુન સામાન્ય રહેશે : હવામાન વિભાગ

aapnugujarat

लालू यादव ने दिया कांग्रेस में जाने का सुझाव : शत्रुघ्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1