Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મારા સમયમાં પાકિસ્તાન જૈશની મદદથી ભારતમાં બ્લાસ્ટ કરાવતું હતું : પરવેઝ મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે પોતાના જ દેશની પોલ ખોલી નાખી છે. એક પાકિસ્તાની પત્રકાર સાથે વાતચીત કરતા પરવેઝ મુશર્રફે ખુલાસો કર્યો કે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદનો અનેક વખત ઉપયોગ કર્યો હતો. મુશર્રફે કહ્યુ કે, ’મારા કાર્યકાળમાં ગુપ્તચર એજન્સીએ ભારત પર હુમલો કરવા માટે અનેક વખત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મદદ લીધી હતી.
પરવેઝ મુશર્રફે પાકિસ્તાની પત્રકાર નદીમ મલિક સાથે વાતચીત કરતી વખતે આ વાત કરી હતી. આ વાતચીત દરમિયાન મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ સામે કરવામાં આવેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું. મુશર્રફે કહ્યુ કે ૨૦૦૩માં તેમની હત્યાનો પ્રયાસ થયો હતો. મુશર્રફના જણાવ્યા પ્રમાણે બે વખત તેમની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો.
મુશર્ફને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૈશ સામે કાર્યવાહી શા માટે ન કરી તો મુશર્રફે કહ્યુ કે, એ વખતે સમયુ જુદો હતો. એ વખતે ભારત અને પાકિસ્તાન એક બીજા પર બોમ્બ ફેંકી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૧૪મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ તરફથી કરાવવામાં આવ્યો હતો. આત્મઘાતિ હુમલામાં ૪૦ જવાના શહીદ થયા હતા. જે બાદમાં પાકિસ્તાને બાલાકોટમાં ઘૂસીને જૈશના તાલિમ કેન્દ્ર પર બોમ્બ ફેંક્યા હતા.

Related posts

અમેરિકાના આર્થિક પ્રતિબંધ બાદ પુતિન લાલચોળ, સીરિયામાં વૉરશિપ ગોઠવ્યા

aapnugujarat

US to tighten up military force to protect northeastern Syria

aapnugujarat

Clashes between Kurdish and Turkish

aapnugujarat

Leave a Comment

UA-96247877-1