Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડૂબતા રાજવંશને બચાવવા રાહુલ ખોટા નિવેદન કરે છે : અરુણ જેટલી

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ બ્લોગ લખીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આજે પ્રહાર કર્યા હતા. જેટલીએ બ્લોગમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી ડુબી રહેલા રાજવંશને બચાવવા માટે એક પછી એક જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાભરના મોટાભાગના લોકતંત્રમાં જે લોકો જુઠ્‌ઠાણાના ઇશારે આગળ વધવાના પ્રયાસ કરે છે તેઓ સામાજિક જીવનમાંથી ગાયબ થઇ જાય છે. જેટલીએ કહ્યું હતું કે, આમા કોઇ બેમત નથી કે, અમારા બદલાતા સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં ભારતમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે. જેટલીએ કહ્યું હતું કે, આધુનિક દુનિયામાં જેટલા પણ રાજકીય વંશ રહેલા છે તેમની કેટલીક મર્યાદાઓ છે. આકાક્ષા ધરાવતા લોકો હવે આ પ્રકારની વ્યવસ્થાને પસંદ કરતા નથી. આજે લોકો જવાબદારી અને પરફોર્મન્સ ઉપર વિશ્વાસ રાખે છે. જેટલીએ કહ્યું હતું કે, આ ખુબ જ દુખદ બાબત છે કે, ભારતની સૌથી જુની પાર્ટી એક વંશના સકંજામાં ફસાઈ ગી છે. તેમના નેતાઓમાં એટલી હિંમત નથી કે, આ વંશને સાચી અને ખોટી બાબતો અંગે પણ માહિતી આપી શકે. આ પરંપરાની શરૂઆત ૧૯૭૦માં થઇ હતી. નેતાઓની નોકરાવાળી માનસિકતાએ તેમને આ બાબત માટે રાજી કરી લીધા છે કે, તેમને માત્ર એક જ પરિવારના ગુણગાન કરવાના છે. આ વંશના લોકો જ્યારે ખોટુ નિવેદન કરે છે ત્યારે અન્ય નેતાઓ પણ આવા જ નિવેદન કરે છે. મહાગઠબંધનના સાથીઓમાં પણ આ પ્રકારની બાબત જોવા મળી રહી છે. રાફેલ ડિલમાં જ્યાં જનતાના હજારો કરોડ રૂપિયા બચાવી લેવામાં આવ્યા છે ત્યારે મતદાન કરવાના હેતુસર દરરોજ ખોટા નિવેદન કરવામાં આવે છે. રાફેલના સંદર્ભમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટને લઇને પણ ખોટી વાત ફેલાવામાં આવી છે. જેટલીએ કહ્યું હતું કે, રાફેલ મુદ્દે ખુબ જ પારદર્શકતા રાખવામાં આવી છે.

Related posts

નિકાસકારોને મદદરૂપ થવા માટે ૩૦૦૦૦ કરોડના ફંડ ઉપર ચર્ચા

aapnugujarat

સંઘના રવિન્દર ગોસાઈની લુધિયાણામાં ઘાતકી હત્યા

aapnugujarat

લોકસભા ચૂંટણી પેહલા ફેસબૂકે કોંગ્રેસ સંબંધિત ૬૮૭ પેજ અને લિંક હટાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1