Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ -ઉત્તરાખંડમાં લઠ્ઠા કાંડ : મૃતાંક૧૨૦

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડના કારણે હજુ પણ અનેક અસરગ્રસ્તોની હાલત ગંભીર બનેલી છે. આવી સ્થિતમાં મોતનો આંકડો હજુ પણ વધવાની દહેશત છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં આઠ અને હરિદ્ધારમાં પાંચ લોકોના મોતની સાથે જ ઝેરી શરાબના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૨૦ ઉપર પહોંચી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરપ્રદેશમાં ૧૭ અને ઉત્તરાખંડમાં ૧૧ લોકોની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં વ્યાપક દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સેંકડો લોકોને સકંજામાં લેવામાં આવ્યા છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ઝેરી શરાબના કાંડમાં કોઇ કાવતરાની આશંકા પણ દેખાઇ રહી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વ્યાપક દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ આક્રમક કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. શરાબનો જથ્થો બહારથી લાવવામાં આવ્યો હોવાના અહેવાલ પણ મળ્યા છે. યોગી સરકાર આક્રમક વલણ અપનાવીને બુટલેગરો સામે કાર્યવાહી કરવા તૈયારી થઈ ચુકી છે. લઠ્ઠાકાંડના મામલામાં ઉંડી તપાસ અને દરોડાનો સીલસીલો જારી રહ્યો છે. જેના ભાગરૂપે ૨૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ૩૦૦ કેસ દાખલ કરવામાં આવ્યા છે. એક્સાઈઝ વિભાગના કહેવા મુજબ આ કેસના સંદર્ભમાં સહારનપુરમાં ૧૦ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર મામલામાં કઠોર પગલાં લેવાનો આદેશ કર્યો છે. સાથે સાથે મૃત્યુ પામેલાઓના પરિવારના સભ્યોને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકારે ઝેરી લઠ્ઠાકાંડના મામલામાં તથા શરાબ બનાવનાર લોકો તથા વેચનાર લોકો સામે તપાસ કરવા નેશનલ સિક્યુરિટી એક્ટની રચના કરવા તૈયારી કરી છે. યોગી સરકાર તમામ બાબતોમાં ધ્યાન આપી રહી છે. તપાસના ભાગરૂપે કેટલીક વિગત ખુલી શકે છે.

Related posts

ટાઇમ મેગેઝિન દ્વારા વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં વડાપ્રધાન મોદીને સ્થાન

editor

पंजाब में फिर दिखा पाकिस्तानी ड्रोन

aapnugujarat

રાજનાથસિંહ ૯મીથી જમ્મુ કાશ્મીરની યાત્રા ઉપર જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1